મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીની રાજકારણમાં એન્ટ્રી, બીજેપીનો ખેસ ધારણ કર્યો 

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં એન્ટ્

'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીની રાજકારણમાં એન્ટ્રી, બીજેપીનો ખેસ ધારણ કર્યો 

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં એન્ટ્રી લીધી છે. રૂપાલી ગાંગુલીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. સ્ટાર પ્લસ પર આવતી અનુપમા સિરિયલમાં લીડ રોલથી ખ્યાતિ મેળવી છે. રૂપાલી ગાંગુલીની સાથે ફિલ્મ નિર્દેશક અમય જોશી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. અમય જોશીએ ઘણી મરાઠી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

રૂપાલી ભાજપમાં જોડાઈ

દિલ્હી હેડક્વાર્ટરમાં રૂપાલીએ ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું છે. અભિનેત્રીએ આ પ્રસંગે કહ્યું- જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોય.

રૂપાલીની કારકિર્દી

રૂપાલી હાલમાં સિરિયલ 'અનુપમા'થી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. રૂપાલીની લોકપ્રિયતા જબરદસ્ત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ગઈકાલે જ અભિનેત્રીએ મુંબઈમાં તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ સમાચાર શેર કરો