રાજ્યસભામાં આજે 'એન્ટી-પેપર લીક બિલ 2026' થશે રજૂ: જાણો રાજ્યસભાનું ગણિત

સોર્સ : gstv
લોકસભામાંથી ધ્વનિ મતથી પસાર થયા બાદ, મોદી સરકાર આજે ગુરુવારે સંસદના ઉચ્ચ સદન (Upper House) એટલે કે રાજ્યસભામાં 'લોક પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવ) સુધારા વિધેયક, 2026' (Public Examinations Prevention of Unfair Means Amendment Bill, 2026) રજૂ કરવા જઈ રહી છે. દેશભરમાં વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શન બાદ લાવવામાં આવેલા આ કડક કાયદા પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
બુધવારે લોકસભામાં વિપક્ષના ભારે હંગામા અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીના કડક વલણ વચ્ચે સરકારે આ બિલ પસાર કરાવી લીધું હતું. હવે સવાલ એ છે કે શું રાજ્યસભામાં સરકારને આ બિલ પસાર કરાવવામાં કોઈ મુશ્કેલી પડશે?
રાજ્યસભાનું ગણિત (Rajya Sabha Number Game)
આ બિલને પસાર કરવા માટે સામાન્ય બહુમતી (Simple Majority) ની જરૂર છે. રાજ્યસભાના હાલના સભ્યોની સંખ્યા અને બહુમતીના આંકડા નીચે મુજબ છે:

