મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો, SOG કેમ્પ પર થયું ફાયરિંગ

જમ્મુ વિસ્તારમાં આતંકી હુમલાનો વધુ એક મામલો સામે આવ્યો છે. ડોડા જિલ્લાના ટેન્ટાના ગાંડોમાં SOG

જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો, SOG કેમ્પ પર થયું ફાયરિંગ

જમ્મુ વિસ્તારમાં આતંકી હુમલાનો વધુ એક મામલો સામે આવ્યો છે. ડોડા જિલ્લાના ટેન્ટાના ગાંડોમાં SOG કેમ્પ પર આતંકીઓએ ગોળીબાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો છે.

ગઈકાલ સાંજ પછી આતંકવાદીઓ દ્વારા આ ત્રીજો અને જમ્મુ ક્ષેત્રમાં રવિવાર પછીનો ચોથો હુમલો છે. સેના આતંકીઓને શોધવામાં વ્યસ્ત છે.

રવિવારે મુસાફરો ભરેલી બસ વેષ્ણોદેવી જતી હતી. આ દરમિયાન શિવખોડી મંદિરથી કટરા તરફ જતા સમયે આતંકીઓએ બસ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ બસ પર કેટલીક ગોળીઓ વરસાવી હતી જેમાં એક ગોળી બસ ચાલકને લાગી હતી અને તે બાદ વાહન ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં પડી હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 41 મુસાફર ઘાયલ થયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના આધાર પર સ્કેચ જાહેર કરાયો

રિયાસી બસ હુમલાના આરોપી શંકાસ્પદ આતંકીનો સ્કેચ પ્રત્યક્ષદર્શીઓ તરફથી આપવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે આતંકીના કોઇ સમાચાર મળે તો પોલીસ તરફથી આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરે. એવું પણ કહેવામાં આવ્યું કે આતંકીની સૂચના આપનારાની ઓળખ જાહેર કરવામાં નહી આવે. પોલીસ અધિકારી અનુસાર આતંકીને શોધવા માટે 11 ટીમ લગાવવામાં આવી છે જે સતત તમામ એરિયામાં તપાસ કરી રહી છે.

વેષ્ણોદેવી જતા તીર્થયાત્રીઓની બસ પર હુમલો કરનારા આતંકીઓનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે રિયાસીમાં બસ પર હુમલો કરનારા એક આતંકીનો સ્કેચ જાહેર કર્યો છે. આ સાથે જ સૂચના આપનારાઓને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

ડોડામાં આતંકીઓનો આર્મી પોસ્ટ પર હુમલો

ડોડામાં આતંકીઓએ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 48 કલાકમાં આતંકીઓએ ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે. ડોડાના છત્રકલા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આર્મીના અસ્થાયી ઠેકાણા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને ચોકીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો.

આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો

ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી. આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને છુપાઈ ગયા છે. તેમની શોધખોળ પણ ચાલુ છે.

આતંકીઓના ગોળીબારમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ 

આતંકીઓના ગોળીબારમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભદરવાહ સ્થિત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ સૈનિકો અને એક એસપીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે SDH ભદરવાહ લાવવામાં આવ્યા છે.

મંગળવાર રાતથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

જમ્મુ ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં મંગળવારે રાતથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુના સાંબા જિલ્લાના હીરાનગરના સાવલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જ્યાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે જ્યારે બીજાની શોધ ચાલી રહી છે. બીજુ એન્કાઉન્ટર જમ્મુના ડોડા જિલ્લાના છત્રકલા વિસ્તારમાં ચાલી રહી છે.

સોમવારે સાંજે લગભગ 7.55 વાગ્યે જમ્મુના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારના સૈદા ગામમાં બેથી ચાર સશસ્ત્ર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. બે આતંકવાદીઓએ સૌદા ગામમાં એક ઘરનો દરવાજો ખટખટાવ્યો અને તે ઘરની મહિલા પાસે પાણી માંગ્યું. જ્યારે મહિલાએ પાણી આપવાની ના પાડી ત્યારે બંને આતંકીઓ આ મહિલાની બાજુમાં રહેતા ઓમકારના ઘરના ગેટ પર ગયા હતા. અહીં પહોંચતા જ તેમણે દરવાજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં ઓમકારને હાથ પર ગોળી વાગી હતી.

આતંકવાદીઓએ ત્યાંથી બાઇક પર જઇ રહેલા એક કપલને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો

આતંકવાદીઓએ ત્યાંથી બાઇક પર જઇ રહેલા એક કપલને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ભાગી છૂટ્યા હતા. આતંકવાદીઓએ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનોએ સુરક્ષા દળોને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સુરક્ષા દળો અહીં પહોંચ્યા હતા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે સોશીયલ મીડિયામાં એક પોસ્ટ પણ મૂકી છે.

છત્રકલા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આર્મીના અસ્થાયી ઠેકાણા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ત્યાં અથડામણ શરૂ થઈ હતી. જમ્મુમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ એન્કાઉન્ટર થયા છે.

આ સમાચાર શેર કરો