મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ફરી મોટો અકસ્માત, કાર-બસની ટક્કરમાં 6ના મોત, 30 ઘાયલ

ઉત્તર પ્રદેશના લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર ફરી એકવાર મોટો અકસ્માત થયો છે. લખનૌથી આગ્રા તરફ આવી રહેલી એક હાઇ

લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ફરી મોટો અકસ્માત, કાર-બસની ટક્કરમાં 6ના મોત, 30 ઘાયલ

ઉત્તર પ્રદેશના લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર ફરી એકવાર મોટો અકસ્માત થયો છે. લખનૌથી આગ્રા તરફ આવી રહેલી એક હાઇ સ્પીડ ડબલ ડેકર બસે સૈફઈ નજીક ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ઝડપી હતો કે કારના ટુકડા થઈ ગયા હતા અને કાર રોડ પરથી કૂદીને એક્સપ્રેસ વે નીચે ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો ઉપરાંત બસમાં બેઠેલા ત્રણ લોકોના પણ મોત થયા હતા.

30 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી

આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 30 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સૈફઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અકસ્માત શનિવાર-રવિવારની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ડબલ ડેકર બસ લખનૌથી દિલ્હી તરફ ઓવર સ્પીડમાં જઈ રહી હતી. આ બસ ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી. અકસ્માત સમયે બસમાં હાજર તમામ મુસાફરો ઊંઘી રહ્યા હતા.

કાર ખાડામાં પડી


અકસ્માત એટલો ઝડપથી થયો કે કોઈને કંઈ સમજાયું નહીં અને લોકો ઉપરથી નીચે પડવા લાગ્યા. બસની કેબિનમાં બેઠેલા મુસાફરોએ જણાવ્યું કે આગળ જઈ રહેલી કાર સાથે અથડામણ એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. અથડામણ થતાંની સાથે જ કાર જોરથી હવામાં ઉડી અને એક્સપ્રેસ વેની નીચે ખાડમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બસમાં બેઠેલા 3 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો