મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક ટોલ પાસની સુવિધા

સોર્સ: gstv

નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા નજીક રહેતા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક ટોલ પાસની નવી સુવિધા જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની હદમાં રહેતા પાત્ર બિનવ્યાવસાયિક વાહનમાલિકો રિયાયતી લોકલ પાસનો લાભ લઈ શકશે. આ પાસ 1 નવેમ્બર, 2026થી ઉપલબ્ધ થવાનો છે. સરકારનો હેતુ ટોલ પ્લાઝા નજીક રહેતા સ્થાનિક લોકોને ટોલના ખર્ચમાં રાહત આપવાનો છે. આ યોજનામાં વાર્ષિક પાસ માટે રૂ. 1,500 અથવા રૂ. 3,000 ચૂકવવાના રહેશે. ટોલ પ્લાઝા નગરપાલિકા કે સ્થાનિક નગરની હદની બહાર હોય તો રૂ. 1,500 અને હદની અંદર હોય તો રૂ. 3,000નો વાર્ષિક ચાર્જ રહેશે. પાસ માટે વાહન પર માન્ય અને કાર્યરત ફાસ્ટેગ હોવો જરૂરી છે અને પાસ માત્ર નિર્ધારિત ટોલ પ્લાઝા માટે જ માન્ય રહેશે.

આ સમાચાર શેર કરો