મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બળાત્કાર કેસમાં પીડિતાની ઓળખ જાહેર થતા હાઈકોર્ટે પોલીસને લગાવી ફટકાર, પીડિતાને અપાવ્યું 25 લાખનું વળતર

Anna University rape case Madras High Court slams Chennai Police for revealing rape victim identity | Anna University rape case : અન્ના યુનિવર્સીટી રેપ

બળાત્કાર કેસમાં પીડિતાની ઓળખ જાહેર થતા હાઈકોર્ટે પોલીસને લગાવી ફટકાર, પીડિતાને અપાવ્યું 25 લાખનું વળતર

Anna University rape case  : અન્ના યુનિવર્સીટી રેપ કેસ મામલે મદ્રાસ હાઈકોર્ટે ચેન્નાઈના પોલીસ કમિશનર એ.અરુણને ફટકાર લગાવી છે. કોર્ટે FIR લીક થવા પર તેમજ પીડિતાની ઓળખ જાહેર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને પીડિતાને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો. 

હાઈકોર્ટે મહિલાઓની વિશેષ તપાસ ટીમની રચના કરી

અન્ના યુનિવર્સીટી રેપ કેસની તપાસમાં મદ્રાસ હાઈકોર્ટે ચેન્નાઈના પોલીસ કમિશનર એ.અરુણના આચરણ પર સવાલો ઉઠાવ્યાં હતા. કમિશનર અરુણે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આ કેસમાં એકમાત્ર આરોપી જ્ઞાનશેખરન છે. 

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમે પૂછ્યું કે તપાસના પ્રારંભિક તબક્કે કમિશનર આ પ્રકારનું નિષ્કર્ષ કેવી રીતે લાવી શકે? જો કોઈ વરિષ્ઠ અધિકારી ઉતાવળથી કામ કરે અને મીડિયામાં સ્પષ્ટ નિવેદન આપે તો તપાસ અધિકારી સ્વતંત્ર રીતે તપાસ કેવી રીતે કરી શકશે? તે તમામ આરોપીઓ સામે કેવી રીતે કાર્યવાહી કરી શકશે? બેન્ચે તાલીમનાડુ સરકારને ચેન્નાઈના પોલીસ કમિશનર અરુણ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

NCWની ચેન્નાઈ આવી પહોંચી

આજે 29 ડિસેમ્બરે દિલ્હીથી નેશનલ કમિશન ફોર વુમન (NCW) ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટી અન્ના યુનિવર્સિટીના કથિત જાતીય શોષણ કેસની તપાસ માટે ચેન્નાઈ આવી પહોંચી હતી. આ કમિટી અન્ના યુનિવર્સીટી રેપ કેસની શરૂઆતથી તપાસ કરશે. 

બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા પર થઇ શકે છે 2 વર્ષની જેલ અને દંડ પણ 

ભારતીય ન્યાય સંહિતાની કલમ 72 અંતર્ગત બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા પર આવું કરનાર સરકારી અધિકારીને 2 વર્ષની જેલ અને દંડ પણ થઇ શકે છે. કિશોરો અને બળાત્કાર પીડિતો સાથે સંકળાયેલા કેસોમાં ભોગ બનનારના નામો જાહેર કરવા નિષેધ છે. આવા કેસોમાં ભોગ બનનારની ઓળખ જાહેર થાય તેવા સંકેતો પણ જાહેર કરવામાં ન આવે એવી જોગવાઈઓ છે.  

આ કાયદા અનુસાર કોર્ટ કાર્યવાહી દરમિયાન પણ કોર્ટના દસ્તાવેજોમાં પીડિતા અથવા તેના પરિવારના સભ્યો,  માતા-પિતાનું નામ, સરનામું અને નામનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. પીડિતાની ઓળખની માહિતી FIR  અને ચાર્જશીટમાંથી પણ દૂર કરવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો