કોણ છે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ?, PM મોદી પણ કરી ચુક્યા છે પ્રશંસા
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપ

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. જનસેના પાર્ટીના પ્રમુખ અને સાઉથ એક્ટર પવન કલ્યાણે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પવન કલ્યાણની પાર્ટીએ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને 21માંથી 21 બેઠક જીતી હતી. પવન કલ્યાણની પાર્ટીનું TDP અને BJP સાથે ગઠબંધન છે.
પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બન્યા
આંધ્ર પ્રદેશની પીઠાપુરમ વિધાનસભા બેઠક પરથી જીતનારા પવન કલ્યાણને ચંદ્રબાબુ નાયડુ કેબિનેટની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પવન કલ્યાણે પોતાના મોટા ભાઇ ચિરંજીવી સાથે મળીને પોતાની રાજકીય યાત્રાની શરૂઆત કરી હતી. ચિરંજીવીએ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપના કરી હતી. જોકે, પોતાના ભાઇ દ્વારા પ્રજા રાજ્યમ પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કર્યા બાદ તે રાજનીતિમાં ઘણા સક્રિય રહ્યાં નહતા. બાદમાં પવન કલ્યાણે 2014માં જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી.2014માં પવન કલ્યાણે ચૂંટણી લડી નહતી પરંતુ તેને TDP અને ભાજપનું સમર્થન કર્યું હતું. વર્ષ 2019માં તેને એકલા ચૂંટણી લડી હતી પરંતુ આ ચૂંટણીમાં પવન કલ્યાણે હારનો સામનો કરવો પડ્યો હતો.
YSRCPને હરાવવા માટે ગઠબંધન બનાવવામાં પવન કલ્યાણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેને જનસેનાની બેઠકો પર ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી હીત. ખુદ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. જે નેતા પહેલા તેમની સાથે ઉભા હતા તે પણ તેમનો સાથ છોડીને જતા રહ્યા હતા પરંતુ પવન કલ્યાણ પોતાના નિર્ણય પર અડગ રહ્યો હતો અને પોતાના રસ્તા પર ચાલતો રહ્યો હતો. પવન કલ્યાણનો રાજ્યના રાજકારણમાં સ્પષ્ટ પ્રભાવ પડ્યો હતો. જનસેનાએ માત્ર પોતાની તમામ બેઠકો પર જીત જ નથી મેળવી પણ YSRCPને હરાવવામાં ખાસ ભૂમિકા ભજવી હતી.
કોણ છે પવન કલ્યાણ?
પવન કલ્યાણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર છે. પવન કલ્યાણનું અસલી નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે. પવન કલ્યાણને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'પાવર સ્ટાર'ના નામથી ઓળખવામાં આવે છે. પવન કલ્યાણ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર ચિરંજીવીના નાના ભાઇ છે. પવન કલ્યાણે ફિલ્મી સફરની શરૂઆત ફિલ્મ 'અક્કડ અમ્માઇ લક્કડ'થી વર્ષ 1996માં કરી હતી. તે બાદ પણ તેમને સાઉથની કેટલીક હિટ ફિલ્મ આપી છે. પવન કલ્યાણને વર્ષ 1998માં ફિલ્મ 'ઠોલી પ્રેમા' માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. પવન કલ્યાણનો એક્ટિંગની દુનિયામાં બે દાયકા કરતા વધુ સમય થઇ ગયો છે.
પવન કલ્યાણે ત્રણ લગ્ન કર્યા છે
પવન કલ્યાણ ત્રણ વખત લગ્ન કરી ચુક્યો છે, તેની પ્રથમ પત્નીનું નામ નંદિની છે, જેની સાથે વર્ષ 1997માં લગ્ન થયા હતા પરંતુ આ લગ્ન વધુ સમય ચાલ્યા નહતા અને 2008માં બન્ને અલગ થઇ ગયા હતા. આ લગ્ન તૂટ્યા બાદ પવન કલ્યાણે વર્ષ 2009માં રેનૂ દેસાઇ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમના લગ્ન કૂલ ત્રણ વર્ષ સુધી ચાલી શક્યા અને 2012માં છૂટાછેડા થઇ ગયા હતા. 2004માં નંદીનીએ પુત્ર અકિરા નંદનને જન્મ આપ્યો હતો. નંદિની સાથે છૂટાછેડા બાદ પવને 28 જાન્યુઆરી 2009માં રેનૂ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રેનૂએ દીકરી આધ્યાને જન્મ આપ્યો હતો. પવન કલ્યાણના લગ્ન પણ વધુ સમય ટક્યા નહતા. રેનૂ સાથે છૂટાછેડાના એક વર્ષ બાદ જ પવન કલ્યાણે 2013માં અન્ના લેજનેવા સાથે લગ્ન કર્યા હતા.








