મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ઇલોન મસ્કનું પૂતળું બાળી વિરોધ દર્શાવ્યો

સોર્સ: gstv

મધ્ય પ્રદેશના છતરપુરમાં સ્વદેશી જાગરણ મંચના કાર્યકર્તાઓએ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઇડર ‘સ્ટારલિંક’ના ભારતમાં પ્રવેશ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ સ્પેસએક્સ અને સ્ટારલિંકના વડા ઇલોન મસ્કનું પૂતળું બાળીને વિદેશી કંપનીઓનો સખત વિરોધ નોંધાવ્યો હતો. વિરોધકર્તાઓએ દાવો કર્યો હતો કે વિદેશી ટેકનોલોજી કંપનીઓના આગમનથી દેશની સુરક્ષા અને સ્થાનિક ટેલિકોમ ઉદ્યોગને મોટું નુકસાન પહોંચશે. તેમણે ભારતમાં સ્થાનિક ડિજિટલ સેવાઓ અને સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો