Video: મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ પિકઅપ સાથે ટકરાઈ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલા પૂર્વાંચલ એક્સપ્રેસવે પર શનિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના જયપુરથી એક મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ તરફ જઈ રહેલી પૂરપાટ ઝડપે દોડતી એમ્બ્યુલન્સ સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેરાવાં ગામ પાસે આગળ જઈ રહેલા અથવા ઊભેલા પિકઅપ વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર બે ડ્રાઈવર સહિત તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એક્સપ્રેસવે સુરક્ષા ટીમે તાત્કાલિક પહોંચીને મૃતદેહોને હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત