Video: AMUના વિદ્યાર્થીઓએ આસામમાં ચાલી રહેલી હટાવ ઝુંબેશ સામે વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તરપ્રદેશના અલીગઢમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એટલે કે AMUના વિદ્યાર્થીઓએ આસામમાં ચાલી રહેલી હટાવ ઝુંબેશ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આસામમાં સરકારી કાર્યવાહીથી પ્રભાવિત પરિવારોના પુનર્વસનની માંગ ઉઠાવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય રહેઠાણ અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની માગ કરી હતી. વિદ્યાર્થીઓએ આ પરિવારોના હિતમાં સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરી હતી. આ મુદ્દે AMU કેમ્પસમાં વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જાહેરાત












