મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'જ્યાર સુધી ભાજપ છે ત્યાર સુધી મુસ્લિમોને નહીં મળે અનામત'- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુસ્લિમો માટે અનામતને લઇને ચેતવણી આપી છે. ઝારખંડના પલામુમાં એક ચૂંટણી

'જ્યાર સુધી ભાજપ છે ત્યાર સુધી મુસ્લિમોને નહીં મળે અનામત'- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુસ્લિમો માટે અનામતને લઇને ચેતવણી આપી છે. ઝારખંડના પલામુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે પૂછ્યું કે જો ધર્મના આધારે અનામત આપવામાં આવશે તો દલિતો અને આદિવાસીઓનું શું થશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અનામતમાંથી તમારો હિસ્સો કાપીને મુસ્લિમોને આપવા માંગે છે. અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) છે ત્યાં સુધી લઘુમતીઓને ધર્મના આધારે અનામત નહીં મળે.

બંધારણમાં ધર્મના આધારે અનામતની કોઇ જોગવાઇ નથી- અમિત શાહ

અમિત શાહે ઝારખંડમાં એક રેલીને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અનામતની વાત કરે છે પણ બંધારણમાં ધર્મના આધારે અનામતની કોઇ જોગવાઇ નથી. અમે ક્યારેય કોઇ ચોક્કસ ધર્મને અનામત ના આપી શકીએ. 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 'હું ઝારખંડના લોકોને પૂછવા આવ્યો છું કે જો મુસ્લિમોને 10 ટકા અનામત મળશે તો કોનું આરક્ષણ ઓછું થશે? અમિત શાહે કહ્યું કે રાહુલ બાબા SC-ST-OBC પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે. અમિત શાહે કહ્યું કે હમણાં જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું, 'અમે મુસ્લિમ આરક્ષણ આપીશું'. કર્ણાટકમાં આપ્યું, હૈદરાબાદમાં આપ્યું. પરંતુ તમે લોકો, ચિંતા ના કરો, જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી અમે SC-ST-OBCના અનામતને હાથ નહીં લગાવવા દઇએ.'

આ પણ વાંચો: 'વકફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ',  મહાવિકાસ અઘાડીને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડની 17 શરત

કોંગ્રેસ OBC વિરોધી પાર્ટી- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ OBC વિરોધી પાર્ટી છે. જ્યારે પણ તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્યાય કર્યો. કાકા કાલેલકર સમિતિની રચના 1950માં કરવામાં આવી હતી, પરંતુ તેનો રિપોર્ટ ગાયબ થઈ ગયો હતો. જ્યારે OBCને અનામત આપવા માટે મંડલ કમિશન આવ્યું ત્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ તેના અમલનો વિરોધ કર્યો. કેન્દ્રીય સંસ્થાઓમાં OBCને 27 ટકા અનામત આપવામાં તેમને વર્ષો લાગ્યા. 2014માં જ્યારે લોકોએ મોદી સરકારને ચૂંટી કાઢી ત્યારે તેમણે OBC માટે 27 ટકા અનામત લાગુ કરી હતી. તેમણે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (NCBC)ની રચના કરી અને તેને બંધારણીય દરજ્જો આપ્યો. અમિત શાહે ઝારખંડમાં JMM, કોંગ્રેસ અને RJD ગઠબંધનને દેશના સૌથી ભ્રષ્ટ્ર ગણાવતા ઇન્ડિયા ગઠબંધનની ટીકા કરી હતી.

આ સમાચાર શેર કરો