મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં ભાજપની બમ્પર જીતના બે સુત્રધાર, અમિત શાહના વિશ્વાસુઓએ આખું ચિત્ર બદલી નાંખ્યું

મહારાષ્ટ્રમાં મહાયુતિ ભાજપની મોટી જીત માટે બે નામોની ચર્ચા થઈ રહી છે. આમને આ મોટી જીતના શિલ્

મહારાષ્ટ્રમાં ભાજપની બમ્પર જીતના બે સુત્રધાર, અમિત શાહના વિશ્વાસુઓએ આખું ચિત્ર બદલી નાંખ્યું

મહારાષ્ટ્રમાં મહાયુતિ ભાજપની મોટી જીત માટે બે નામોની ચર્ચા થઈ રહી છે. આમને આ મોટી જીતના શિલ્પકાર પણ માનવામાં આવી રહ્યા છે. આ બે નેતાઓ છે મહારાષ્ટ્રના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સહ-પ્રભારી અશ્વિની વૈષ્ણવ. બંને કેન્દ્રીય નેતાઓને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા લોકસભા ચૂંટણી પછી તરત  જ પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાંખ્યું છેઃ ફડણવીસનો હુંકાર

મહારાષ્ટ્રમાં ભાજપ બમ્પર જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં મહાયુતિ 224થી વધુ સીટો પર આગળ વધી રહી છે. ભાજપ 84 ટકાના સ્ટ્રાઇક રેટની સાથે મહારાષ્ટ્રની સત્તાની નજીક પહોંચી ચૂકી છે. રાજ્યમાં બહુમતિ તરફ તો આગળ વધી જ રહી છે. સાથે સાથે મહાયુતિના સંગઠનમાં પણ પોતાની પકડ મજબૂત બનાવી દીધી છે. ભાજપે 148 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં. આ રીતે ભાજપ 84 ટકાના સ્ટ્રાઇટ રેટની સાથે મહારાષ્ટ્રની સત્તા હાંસલ કરી રહી છે. રાજ્યમાં બહુમતિનો આંકડો 145નો છે. અને ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમતિ મળી ગઇ છે.

લોકસભામાં 48માંથી 9 સીટ મળી હતી

એવું મનાય છે કે, હવે ભાજપ પોતાનો સીએમ સરળતાથી પસંદ કરી શકશે. એના  માટે તેને અજીત પવાર કે  એકનાથ શિંદેના દબાણમાં આવવાની જરૂર નથી. આ સ્થિતિમાં મહારાષ્ટ્રની જીતના બે સૂત્રધારોની ચર્ચા થઇ રહી છે. આ સૂત્રધારોમાં અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્રના નામની ચર્ચા છે. બંને નેતા ભાજપના પ્રભારી છે. બંને કેન્દ્રીય નેતાઓને લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ મહારાષ્ટ્રના એસાઇનમેન્ટ પર કામે લાગી જવા કહેવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં 48માંથી નવ સીટ જ મળી હતી. એ સ્થિતિમાં સંગઠનને ફરી મજબુત કરીને ચૂંટણી જંગમાં સફળતા મેળવવી એ એક પડકાર હતો.

આ પડકારને ભુપપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવે પૂરો કરી દેખાડ્યો. ભૂપેન્દ્ર યાદવને અમિત શાહના નજીકના નેતા માનવામાં આવે છે. તે લાંબો સમય બિહારના પ્રભારી રહેલા છે. રાજસ્થાનથી આવનારા ભૂપેન્દ્ર યાદવ ભાજપ સંગઠનમાં મજબુત સ્થાન ધરાવે છે અને તેમની રાજસ્થાન, યુ.પી., બિહાર સહિત ઘણાં રાજ્યોમાં સારી એવી પકડ છે. પશ્ચિમના રાજ્ય મહારાષ્ટ્રની કમાન એમણે પહેલી વખત સંભાળીને જીત પણ અપાવી છે. આ જીતથી ભૂપેન્દ્ર યાદવનું કદ પણ વધવાની સંભાવના છે. જો કે, ભાજપને ઝારખંડમાં ઝટકો લાગ્યો છે. આનાથી શિવરાજસિંહ ચૌહાણ અને આસામના સીએમ હેમંત હિસ્વા સરમાને પણ ઝટકો લાગશે, કારણ કે તે લોકો ત્યાંના ચૂંટણી પ્રભારી હતાં.

આ સમાચાર શેર કરો