મોદી સરકાર 3.0માં મંત્રાલયોની ફાળવણી, શિવરાજ ચૌહાણને મળ્યા 2 મંત્રાલય, જુઓ કોને ક્યુ મંત્રાયલ મળ્યું
મોદી સરકાર 3.0 ના શપથ લીધા બાદ હવે કેબિનેટ ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. તમને જણ

મોદી સરકાર 3.0 ના શપથ લીધા બાદ હવે કેબિનેટ ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા છે. આ સાથે જ 5 સાંસદોને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી ત્રણ, જયંત ચૌધરીના રૂપમાં આરએલડીમાંથી એક અને પ્રતાપરાવ જાધવના રૂપમાં શિવસેનામાંથી એકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જુઓ ખાતા ફાળવણીની યાદી:
મોદી સરકારની કેબિનેટ બેઠકમાં મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે. અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય, રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય અને નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે જ એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. આનો મતલબ એ છે કે અગાઉની સરકારમાં આ નેતાઓ પાસે જે મંત્રાલયો હતા તેનું પુનરાવર્તન થયું છે. નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
મોદી 3.0માં નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે આ મંત્રાલય માટે બે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં એક અજય તમટા અને એક હર્ષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
સીઆર પાટીલને જલ શક્તિ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે.
લખનૌથી સતત સાંસદ બની રહેલા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને ફરી એકવાર સંરક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે. શ્રીપદ નાઈકને આ વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
હિન્દુસ્તાન અવમ મોરચાના એકમાત્ર સાંસદ અને મોદી કેબિનેટના સૌથી વરિષ્ઠ સભ્ય (79) જીતન રામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. શોભા કરંદલાજેને આ વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
મનોહર લાલ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય
મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે.
કેબિનેટની બેઠકમાં મંત્રીઓને વિભાગોની વહેંચણી શરૂ
|
નામ |
મંત્રાલય |
પક્ષ |
|
નરેન્દ્ર મોદી (વડાપ્રધાન) |
લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગ |
ભાજપ |
|
કેબિનેટ મંત્રી |
||
|
નામ |
મંત્રાલય |
પક્ષ |
|
રાજનાથ સિંહ |
સંરક્ષણ |
ભાજપ |
|
અમિત શાહ |
ગૃહ, સહકારિતા |
ભાજપ |
|
નીતિન ગડકરી |
માર્ગ અને પરિવહન |
ભાજપ |
|
જે.પી. નડ્ડા |
આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝર |
ભાજપ |
|
શિવરાજ સિંહ ચૌહાણ |
કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ |
ભાજપ |
|
નિર્મલા સીતારમણ |
નાણા, કોર્પોરેટ અફેર્સ |
ભાજપ |
|
એસ. જયશંકર |
વિદેશ |
ભાજપ |
|
મનોહરલાલ ખટ્ટર |
ઊર્જા અને શહેરી વિકાસ |
ભાજપ |
|
એચ.ડી. કુમારસ્વામી |
ભારે ઉદ્યોગ અને સ્ટીલ |
જેડીએસ |
|
પિયુષ ગોયલ |
વાણિજ્ય અને ઉદ્યોગ |
ભાજપ |
|
ધર્મેન્દ્ર પ્રધાન |
શિક્ષણ |
ભાજપ |
|
જીતનરામ માંઝી |
લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ |
હમ |
|
રાજીવ રંજન |
પંચાયતી રાજ, મત્સ્ય-પશુપાલન અને ડેરી |
જેડીયુ |
|
સર્બાનંદ સોનોવાલ |
પોર્ટ અને શિપિંગ, જળમાર્ગ |
ભાજપ |
|
વીરેન્દ્ર ખટીક |
સામાજિક ન્યાય |
ભાજપ |
|
રામમોહન નાયડુ |
નાગરિક ઉડ્ડયન |
ટીડીપી |
|
પ્રહલાદ જોશી |
ખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યુએબલ એનર્જી |
ભાજપ |
|
જુએલ ઓરામ |
આદિવાસી બાબતો |
ભાજપ |
|
ગિરિરાજ સિંહ |
ટેેક્સ્ટાઈલ |
ભાજપ |
|
અશ્વિની વૈષ્ણવ |
રેલવે, માહિતી અને પ્રસારણ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી |
ભાજપ |
|
જ્યોતિરાદિત્ય સિંધિયા |
ટેલિકોમ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસ |
ભાજપ |
|
ભૂપેન્દ્ર યાદવ |
પર્યાવરણ, જંગલો, ક્લાઈમેટ ચેન્જ |
ભાજપ |
|
ગજેન્દ્ર શેખાવત |
પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો |
ભાજપ |
|
અન્નપૂર્ણા દેવી |
મહિલા અને બાળવિકાસ |
ભાજપ |
|
કિરેન રિજિજુ |
સંસદીય કાર્ય, લઘુમતી બાબતો |
ભાજપ |
|
હરદીપ સિંહ પુરી |
પેટ્રોલિયમ |
ભાજપ |
|
મનસુખ માંડવિયા |
શ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ, યુવા બાબતો |
ભાજપ |
|
જી. કિશન રેડ્ડી |
કોલસો અને ખાણ |
ભાજપ |
|
ચિરાગ પાસવાન |
ફૂડ પ્રોસેસિંગ |
એલજેપી (RV) |
|
સી.આર. પાટીલ |
જળશક્તિ |
ભાજપ |








