દિલ્હીની વાત: ભાજપ ચૂંટણી પંચની મિલીભગતથીં મતદાર યાદીમાં છેડછાડનો આરોપ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૩૦મી નવેમ્બરે થવાની છે. ચૂંટણીની ત

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૩૦મી નવેમ્બરે થવાની છે. ચૂંટણીની તૈયારીમાં લાગેલા તમામ પક્ષો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, ભાજપ અને ચૂંટણી આયોગ ભેગા મળીને મહારાષ્ટ્ર અને છત્તીસગઠની મતદાર યાદી બદલી રહ્યા છે.
રાઉતે કહ્યું છે કે વિરોધ પક્ષ આ મુદ્દો આંતરરાષ્ટ્રીયસ્તરે પણ ઉઠાવશે.સંજય રાઉતે કહ્યું, 'ભાજપ લગભગ ૧૫૦ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ભાજપ એવા મતદારોને શોધે છે કે જેમણે લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને મત આપ્યા હોય. આવા મતદારોને સ્થાને મતદાર યાદીમાં બોગસ મતદારોના નામ ઉમેરવામાં આવે છે. અમે આ બાબતે દેશભરના લોકોને જાગૃત કરીશું.'




