મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓડિશામાં સરકાર બનતા જ ભાજપે પોતાનો પ્રથમ વાયદો પૂર્ણ કર્યો, જગન્નાથ મંદિરના ચારેય દ્વાર ખુલ્યા

ઓડિશામાં પ્રથમ વખત સરકાર બનાવનારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તામાં આવતા જ પોતાનો પ્રથમ વાયદો પૂર્ણ

ઓડિશામાં સરકાર બનતા જ ભાજપે પોતાનો પ્રથમ વાયદો પૂર્ણ કર્યો, જગન્નાથ મંદિરના ચારેય દ્વાર ખુલ્યા

ઓડિશામાં પ્રથમ વખત સરકાર બનાવનારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તામાં આવતા જ પોતાનો પ્રથમ વાયદો પૂર્ણ કર્યો છે. મોહન ચરણ માઝીએ બુધવાર સાંજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને તે બાદ પોતાનો પ્રથમ વાયદો પૂર્ણ કર્યો છે. પુરી સ્થિત જગન્નાથ મંદિરના તમામ ચાર દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ચારેય દ્વાર ખુલ્યા બાદ ઓડિશાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મંદિરમાં પૂજા કરી હતી.

12મી સદીનું છે ભગવાન જગન્નાથનું મંદિર

પુરીમાં બનેલુ ભગવાન જગન્નાથનું મંદિર 12મી સદીનું છે. કેટલાક સમયથી મંદિરના દ્વાર બંધ હતા. માત્ર એક દ્વારને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન ભાજપે જનતાને વાયદો કર્યો હતો કે સરકારમાં આવતા જ તમામ દ્વાર ખોલવામાં આવશે. હવે બુધવારે સરકારની રચના થયા બાદ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જગન્નાથ મંદિરને લઇને પ્રથમ પગલુ ભર્યુ છે. મોહન ચરણ માઝીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જગન્નાથ મંદિરના તમામ ચાર દ્વાર ફરી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

CM મોહન માઝીએ ધારાસભ્યો સાથે મંદિરના દર્શન કર્યા

ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝીએ બેઠક બાદ ધારાસભ્ય અને પાર્ટીના નેતાઓ સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. મોહન ચરણ માઝીએ કહ્યુ, 'અમે કેબિનેટ બેઠકમાં જગન્નાથ મંદિરના તમામ ચાર દ્વાર ખોલવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પ્રસ્તાવ પસાર થયો હતો આજે સવારે 6:30 વાગ્યે હું પોતાના ધારાસભ્યો અને પુરીના સાંસદ સંબિત પાત્રા સાથે 'મંગલા આરતી'માં સામેલ થયો હતો. જગન્નાથ મંદિર અને અન્ય કામના વિકાસ માટે અમે કેબિનેટમાં એક ફંડનો પ્રસ્તાવ મુક્યો છે. જ્યારે અમે રાજ્યનું બજેટ રજૂ કરીશુ તો અમે મંદિર મેનેજમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરીશું.'

મંદિરના દ્વાર કોને કર્યા હતા બંધ?

12મી સદીના આ મંદિરના દ્વાર નવીન પટનાયકના નેતૃત્ત્વ ધરાવતી બીજેડી સરકારે બંધ કરાવ્યા હતા. કોવિડ-19 મહામારી બાદ મંદિરના ચાર દ્વારને બંધ કરવામાં આવ્યા હતા, તે બાદથી શ્રદ્ધાળુ માત્ર એક દ્વારથી જ પ્રવેશ કરી શકતા હતા અને દર્શન કરતા હતા. દ્વાર બંધ થવાથી શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એવામાં મંદિરના બાકી દ્વારને ખોલવાની માંગ ઉઠતી રહેતી હતી. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં તમામ મંદિરોના દ્વાર ખોલવાનો વાયદો પણ કર્યો હતો જેને હવે પૂર્ણ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો