રામ મંદિર ધ્વજારોહણ પર્વે અખિલેશ યાદવે કરી પોસ્ટ, દર્શન કરવા અંગે આપ્યા આ સંકેત
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજદંડ પર ધજારોહણ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં હાજરી

અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજદંડ પર ધજારોહણ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી પોતે રામનગરી પહોંચ્યા છે. આ દરમિયાન સપાના વડા અખિલેશ યાદવની સોશિયલ મીડિયા પોસ્ટે ધ્યાન ખેંચ્યું છે. અખિલેશે પોસ્ટમાં, ઇટાવામાં બની રહેલા "શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર"નો ઉલ્લેખ કર્યો, સાથે જ ઇશારામાં અન્ય મંદિરોના દર્શનનો પણ ઉલ્લેખ કર્યો છે.
અખિલેશ યાદવે તેમની "X" પોસ્ટમાં લખ્યું, "પૂર્ણતા જ પૂર્ણતા તરફ દોરી જાય છે. દૈવી પ્રેરણાથી ઇટાવામાં નિર્માણાધીન "શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર" પૂર્ણ થવા પર અન્ય મંદિરોના દર્શનનો પણ સંકલ્પ પૂર્ણ કરીશ.
અખિલેશે લખ્યું કે, "શ્રદ્ધા એ ઉર્જા છે જે જીવનને સકારાત્મકતા અને સુમેળથી ભરી દે છે. દર્શન માટે ઈશ્વરી ઈચ્છા જ રસ્તો બનાવે છે. તે જ બોલાવે છે. સત્ય તો એ જ છે કે આપણ બધા બસ ભગવાનના બનાવેલા માર્ગે ચાલી શકીએ. આસ્થાવાન રહીએ, સકારાત્મક રહીએ.
જણાવી દઈએ કે અખિલેશ યાદવે અગાઉ એક ઇન્ટરવ્યુ દરમિયાન રામ મંદિર દર્શનાર્થે જવા અગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા પછી જ તેઓ અયોધ્યા દર્શનાર્થે જશે.સાથે એમ પણ કહ્યું હતું કે ઇટાવામાં શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ પણ પૂર્ણ થવાના આરે છે,આ મંદિર પૂર્ણ થતાંની સાથે જ તેઓ ત્યાં જઈને પછી સીધા તેમના પરિવાર સાથે અયોધ્યા જશે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ઇટાવામાં કેદારેશ્વર મંદિર બનાવી રહ્યા છે, જે કેદારનાથ મંદિરના મોડેલ પર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિર ઇટાવા સફારી પાર્કની સામે બનાવવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રીના અવસર પર અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આ મંદિરનો એક વીડિયો શેર કર્યો હતો. આ પ્રસંગે યાદવ પરિવારના સભ્યોએ બાંધકામ કાર્યનું નિરીક્ષણ કરવા માટે મંદિરની મુલાકાત લીધી હતી. મહાશિવરાત્રીના દિવસે તમિલનાડુના પુજારીઓએ ઢોલ અને ઝાંઝ સાથે પૂજા વિધિ શરૂ કરી હતી.








