મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તર પ્રદેશની હોટ સીટ કન્નૌજથી અખિલેશ યાદવે નોંધાવ્યું નામાંકન, ભાજપના સુબ્રત પાઠકને આપશે ટક્કર

દેશમાં લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો છે. બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થશે. હજુ અ

ઉત્તર પ્રદેશની હોટ સીટ કન્નૌજથી અખિલેશ યાદવે નોંધાવ્યું નામાંકન, ભાજપના સુબ્રત પાઠકને આપશે ટક્કર

દેશમાં લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો છે. બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થશે. હજુ અન્ય તબક્કા માટે ચૂંટણી માટે ઉમેદવારોનું નામાંકન ચાલી રહ્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશની હોટ સીટ ગણાતી કન્નૌજ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે ઉમેદવારીપત્ર ભર્યું છે. અગાઉ પાર્ટીએ તેજપ્રતાને ટિકિટ આપી હતી. ભાજપે અગાઉથી જ કન્નોજની બેઠક પર સુબ્રત પાઠકને ઉમેદવાર બનાવ્યા છે. સુબ્રત પાઠકે પણ નામાંકન નોંધાવ્યું છે. અખિલેશ યાદવની સામે ભાજપના સુબ્રત પાઠકનો જંગ જામશે.

જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનું નામ એક દિવસ પહેલા જ જાહેર થયું હતું. અગાઉ પાર્ટી દ્વારા તેજ પ્રતાપને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સૂત્રોનું માનવામાં આવે તો કન્નોજથી સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળે લખનઉમાં અખિલેશ સાથે મુલાકાત બાદ બતાવ્યું કે, તેજપ્રતાપની જગ્યાએ અખિલેશ લડશે તો બાજી પલટાઈ શકે છે. કન્નોજની અડધી વસતી તેજ પ્રતાપને ઓળખતી પણ નથી. જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ મુલાયમસિંહના પૌત્ર તેજપ્રતાપને ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે બે દિવસમાં ઉમેદવાર બદલી નાંખ્યા છે.

જણાવી દઈએ કે, સમાજવાદી પાર્ટીએ ગૌતમ બુદ્ધ નગર, મિશ્રિખ, મેરઠ અને બદાયું એમ 4 બેઠકો પર બે વાર ઉમેદવારો બદલ્યા છે. જ્યારે 9 બેઠકો પર એકવાર ઉમેદવારો બદલ્યા છે, જેમાં મુરાદાબાદ, રામપુર, બિજનૌર, બાગપત, સુલતાનપુર, વારાણસી (ગઠબંધનને કારણે) અને કન્નૌજ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીએ અખિલેશની ચૂંટણી લડવાની ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું પરંતુ અચાનક અખિલેશે મામલાને વળાંક આપી દીધો. સવાલ એ છે કે 48 કલાકમાં એવું શું થયું કે જેના કારણે સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી ઉમેદવાર બદલવો પડ્યો?

આ સમાચાર શેર કરો