લખનૌમાં મુખ્યમંત્રી આવાસની નીચે પણ શિવલિંગ, અખિલેશ યાદવે કહ્યું- CM યોગી ખોદકામ કરાવે
ઉત્તર પ્રદેશના રાજકારણમાં મંદિર શોધવા અને ખોદકામની ઘટના છવાયેલી છે. સંભલ બા

ઉત્તર પ્રદેશના રાજકારણમાં મંદિર શોધવા અને ખોદકામની ઘટના છવાયેલી છે. સંભલ બાદ હવે અનેક જગ્યાએથી મંદિર મળી રહ્યાં છે અને મંદિરમાં શિવલિંગ હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. આ દાવા વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ એક દાવો કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે મુખ્યમંત્રી આવાસમાં રહે છે તેની નીચે પણ શિવલિંગ છે. અખિલેશે ખોદકામની માંગ પણ કરી છે.
મુખ્યમંત્રી આવાસની નીચે પણ શિવલિંગ- અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કહ્યું કે મુખ્યમંત્રી આવાસની નીચે પણ શિવલિંગ છે. આ અમારી જાણકારી છે, તેનું પણ ખોદકામ થવું જોઇએ. અખિલેશ યાદવના આ દાવા બાદ કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે. અખિલેશ યાદવ આ પહેલા સંભલમાં થઇ રહેલા ખોદકામને લઇને નિશાન સાધી ચુક્યા છે. હવે મુખ્યમંત્રી આવાસના ખોદકામની માંગ પાછળ તેમની રણનીતિને સંભલમાં ચાલી રહેલા ખોદકામ સાથે જોડવામાં આવી રહી છે. સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસા બાદથી તંત્ર મુસ્લિમ વિસ્તારમાં વીજળી ચોરી અને મંદિરના જીણોદ્વાર કરાવવામાં જોડાયેલું છે. અહીં કેટલાક જૂના કુવાને ફરી ખોદીને નવું જીવન આપવામાં આવી રહ્યું છે. જમીનની અંદર જતી રહેલી વાવનું પણ ખોદકામ ચાલી રહ્યું છે.
અખિલેશ યાદવે શું કહ્યું?
અખિલેશ યાદવે કહ્યું કે હું જ્યારે નવા ઘરમાં જતો હતો ત્યારે PIL થઇ હતી. ભાજપ અને કોંગ્રેસ બન્નેના PIL કરનારાને હું ઓળખુ છું. અખિલેશ યાદવે બુલડોઝરની કાર્યવાહીના કારણે રાજભવનની બહાર ગેરકાયદેસર અતિક્રમણ અને બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો. અખિલેશ યાદવે પૂછ્યું કે શું તેનો નકશો ઉપલબ્ધ છે? ત્યાં બુલડોઝર ક્યારે જશે?
અખિલેશ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તૈયારીઓને લઈને ચાલી રહેલી અરાજકતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. X પર આ અંગે ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અખિલેશે કહ્યું કે જો અમારા કાર્યકર્તાઓ પર કેસ દાખલ કરવામાં આવશે તો કુંભ મેળામાં જે અરાજકતા છે તે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી જશે.
આ પણ વાંચો: મારી સીટ પર ભાજપનું ઓપરેશન લોટસ; મતોના ગણિત પર કેજરીવાલનો મોટો દાવો
અખિલેશ યાદવે CM યોગીનું દિલ્હી જઇને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને કુંભનું આમંત્રણ આપવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે- કુંભમાં આવવા માટે કોઇને આમંત્રણ આપવામાં નથી આવતું, લોકો પોતે કુંભમાં આવે છે. અખિલેશ યાદવે કહ્યું કે, સરકારે ગંગા એક્સપ્રેસ વે કુંભ પહેલા શરૂ થવાની વાત કરી હતી પરંતુ તે ક્યાં ચાલુ થયો છે?








