Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Akhilesh away from Delhi, disturbed by the displeasure of the Uddhav Sena! Big fiasco even before the opposition movement in Delhi?

અખિલેશ દિલ્હીથી દૂર, ઉદ્ધવ સેનાની નારાજગીથી ખળભળાટ! દિલ્હીમાં વિપક્ષના આંદોલન પહેલાં જ મોટો ફિયાસ્કો?

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અખિલેશ દિલ્હીથી દૂર, ઉદ્ધવ સેનાની નારાજગીથી ખળભળાટ! દિલ્હીમાં વિપક્ષના આંદોલન પહેલાં જ મોટો ફિયાસ્કો?
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને દિલ્હીમાં વિપક્ષી દળો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનમાં મોટો તિરાડ પડતી દેખાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવ સેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) કોંગ્રેસની 'એકલા ચલો રે' નીતિ અને પ્રદર્શનમાં રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના એકચક્રી નેતૃત્વથી નારાજ છે. આ જ કારણસર આજે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં કે રાષ્ટ્રપતિને મળવા જનારા વિપક્ષી સાંસદોના ડેલીગેશનમાંથી ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત કે અરવિંદ સાવંત સહિત ઉદ્ધવ જૂથનો એક પણ સાંસદ સામેલ થશે નહીં.

App Store

અખિલેશ યાદવ પણ દિલ્હીથી દૂર, પરંતુ SP સાંસદો જોડાશે

બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ આજે દિલ્હી આવ્યા નથી. ઉત્તર પ્રદેશના બલિયામાં તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી તેઓ ગેરહાજર રહ્યા છે. જોકે, સમાજવાદી પાર્ટીના સાંસદો દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકના પ્રદર્શનમાં ભાગ લેશે અને રાજીવ રાય સહિતના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા જનારા ડેલીગેશનમાં પણ જોડાઈ શકે છે. નોંધનીય છે કે અગાઉની વ્યૂહાત્મક બેઠકો અને લંચ મિટિંગમાં પણ એસપીના નેતાઓ ગેરહાજર રહ્યા હતા.

કોંગ્રેસનો પ્લાન: રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ અને જેલભરો આંદોલન

ઈન્ડિયા બ્લોકના પ્રદર્શન અંગે કોંગ્રેસના સૂત્રો અનુસાર, જો સમય મળશે તો તમામ વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર આપશે. જો સમય નહીં મળે તો સાંસદો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા માર્ચ કરશે અને જ્યાં પણ પોલીસ દ્વારા રોકવામાં આવશે ત્યાં તેઓ ધરપકડ વહોરી લેશે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે તમામ સહયોગી પક્ષોના ફ્લોર લીડર્સને આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે સંદેશ મોકલ્યો છે.

કોંગ્રેસે અસંવાદિતાના દાવા ફગાવ્યા

ગઠબંધનમાં તાલમેલની કમીના અહેવાલો અંગે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે વિપક્ષી નેતાઓ વચ્ચે કોઈ મતભેદ નથી. કોંગ્રેસ હાઇ કમાન્ડે તમામ સહયોગી પક્ષોના શીર્ષ નેતાઓ સાથે વાતચીત કરી છે. રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી, જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ અખિલેશ યાદવ સાથે વાતચીત કરી છે. તદુપરાંત, મમતા બેનર્જી, અભિષેક બેનર્જી અને તેજસ્વી યાદવ જેવા મુખ્ય નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. જે નેતાઓ હાજર નથી રહી શક્યા તેઓ પોતાના પૂર્વ નિર્ધારિત સ્થાનિક કાર્યક્રમોના કારણે આવી શક્યા નથી.

ટોપિક્સ:GSTV NewsGujarati News