મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'બહેન વિરૂદ્ધ પત્નીને ચૂંટણી લડાવી તે મારી મોટી ભૂલ'- અજિત પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બહેન વિરૂદ્ધ

'બહેન વિરૂદ્ધ પત્નીને ચૂંટણી લડાવી તે મારી મોટી ભૂલ'- અજિત પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બહેન વિરૂદ્ધ પત્નીને ચૂંટણી લડાવવી મારી ભૂલ હતી. હું પોતાની તમામ બહેનોને પ્રેમ કરૂ છું. મહત્ત્વપૂર્ણ છે કે બારામતી લોકસભા બેઠક પર સુપ્રિયા સુલે વિરૂદ્ધ અજિત પવારની પત્ની સુનેત્રા પવારે ચૂંટણી લડી હતી. સુપ્રિયા સુલે આ બેઠક પરથી જીતી ગયા હતા.

અજિત પવારે શું કહ્યું?

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે. આ વચ્ચે અજિત પવાર રાજ્યવ્યાપી 'જન સમ્માન યાત્રા' પર નીકળ્યા છે. આ દરમિયાન અજિત પવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાજનીતિને ઘરની અંદર ના આવવા દેવી જોઇએ. અજિત પવારે કહ્યું, 'હું પોતાની તમામ બહેનોને પ્રેમ કરૂ છું. મે પોતાની બહેન વિરૂદ્ધ સુનેત્રાને મેદાનમાં ઉતારીને ભૂલ કરી નાખી. આવું થવું જોઇતું નહતું પરંતુ (NCP)ના સંસદીય બોર્ડે આ નિર્ણય લીધો હતો પરંતુ હવે મને લાગે છે કે આ એક ખોટો નિર્ણય હતો.'

સુપ્રિયા સુલેએ પણ આપી પ્રતિક્રિયા

અજિત પવારના આ નિવેદન પર હવે વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. શરદ પવારના દીકરી અને અજિત પવારના બહેન સુપ્રિયા સુલેએ આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમને હજુ સુધી આ મામલે કોઇ જાણકારી મળી નથી. કોંગ્રેસ નેતા માનિકરાવે કહ્યું કે ધીમે ધીમે અજિત પવાર પોતાની તમામ ભૂલનો અહેસાસ થશે.

આ સમાચાર શેર કરો