મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઇથી ભુજ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 'ક્રૂ' મેમ્બરને કારણે ટેકઓફ ના થઇ, મુસાફરોનો હોબાળો

મુંબઇથી ભુજ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક અનોખી ઘટના જોવા મળી હતી. એર ઇન્ડિયાની ફ

મુંબઇથી ભુજ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 'ક્રૂ' મેમ્બરને કારણે ટેકઓફ ના થઇ, મુસાફરોનો હોબાળો

મુંબઇથી ભુજ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક અનોખી ઘટના જોવા મળી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 'ક્રૂ' મેમ્બર ગાયબ થતા ફ્લાઇટ ટેક ઓફ કરી શકી નહતી. મુસાફરોએ ક્રૂ મેમ્બર ના હોવાને કારણે કેટલાક કલાકો સુધી રાહ જોવી પડી હતી.

ક્રૂ મેમ્બરને કારણે પરેશાન થયા મુસાફર

મુંબઇથી ભુજ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI601માં અનોખી ઘટના જોવા મળી હતી. આ ફ્લાઇટ મુંબઇથી સવારે 6.50 વાગ્યે ભુજ માટે ઉડાન ભરવાની હતી પરંતુ ફ્લાઇટ કલાકો બાદ પણ મુંબઇથી ટેકઓફ કરી શકી નહતી.

મળતી માહિતી અનુસાર, ફ્લાઇટના ટેકઓફમાં મોડુ થવાનું કારણ ક્રૂ મેમ્બર ગાયબ હોવાનું કહેવામાં આવ્યું છે.

કહેવામાં આવે છે કે ફ્લાઇટ તો સમયસર આવી ગઇ હતી પરંતુ તેમની સાથે જે ક્રૂ ટીમે ફ્લાઇ કરવાનું હતું તે સમયસર ફ્લાઇટમાં પહોંચ્યો નહતો. એવામાં મુસાફરોએ કલાકો સુધી બોર્ડિંગ માટે વેટ કરવું પડ્યું હતું.

આ સમાચાર શેર કરો