મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

 એર ઈન્ડિયા એક્સપ્રેસનો યુ-ટર્ન : 25 કર્મચારીઓને ટર્મિનેટ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો

એર ઈન્ડિયા એક્સપ્રેસે ગણતરીના કલાકોમાં કર્મચારીઓને ટર્મિનેટ કરવાના મામલે યુ-ટર્ન લીધો છે.

 એર ઈન્ડિયા એક્સપ્રેસનો યુ-ટર્ન : 25 કર્મચારીઓને ટર્મિનેટ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો

એર ઈન્ડિયા એક્સપ્રેસે ગણતરીના કલાકોમાં કર્મચારીઓને ટર્મિનેટ કરવાના મામલે યુ-ટર્ન લીધો છે. Sick Leave પર ગયેલા  25 કર્મચારીઓને ટર્મિનેટ કરવાના નિર્ણયને પરત ખેંચ્યો છે. 

મંગળવારે  એરલાઇનની કેટલીક ફ્લાઇટ ટેકઓફ થવાની હતી ત્યારે અંતિમ સમયે કેબિન ક્રૂના સભ્યોએ બીમાર હોવાની સૂચના આપીને પોતાના મોબાઇલ ફોન બંધ કરી નાખ્યા હતા.

બુધવારે એરલાઇનના CEOએ કહ્યું હતું કે,  "ગત સાંજથી અમારા 100થી વધુ કેબિન ક્રૂ સહયોગીઓએ પોતાની ફ્લાઇટ ઉડ્યા પહેલા અંતિમ સમયે બીમાર હોવાની સૂચના આપી છે જેને કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઇ છે."

ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા

જે બાદ એર ઇન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવામાં કાપની જાહેરાત કરી હતી જેને કારણે મંગળવાર રાતથી 100થી વધુ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જેને કારણે લગભગ 15 હજાર મુસાફરો પ્રભાવિત થયા હતા. 

આ સમાચાર શેર કરો