મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શબ્દોથી નહીં, પોતાના અભિનય દ્વારા જવાબ આપો: અભિનેત્રી સીમા બિશ્વાસ

10મા અજંતા-ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્ત્સવ (AIFF)નું આયોજન કરવામાં આવ્યું છે. AIFFના માસ્ટરક્લા

શબ્દોથી નહીં, પોતાના અભિનય દ્વારા જવાબ આપો: અભિનેત્રી સીમા બિશ્વાસ

10મા અજંતા-ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્ત્સવ (AIFF)નું આયોજન કરવામાં આવ્યું છે. AIFFના માસ્ટરક્લાસમાં નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ સીમા બિશ્વાસે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સીમા બિશ્વાસે જણાવ્યું કે, "ટીકાનો જવાબ આપવાને બદલે, તમારા કાર્યને પોતાને માટે બોલવા દેવું જરૂરી છે." સીમા બિશ્વાસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી વિશેના અનુભવો શેર કર્યા હતા. સત્રનું સંચાલન પ્રોફેસર શિવ કદમે કર્યું હતું.

પોતાના કરિયર વિશે જણાવતા સીમા બિશ્વાસે કહ્યું, 'હું શરૂઆતમાં એક ઉત્કૃષ્ટ નૃત્યાંગના બનવાની ઇચ્છા રાખતી હતી પરંતુ અભિનય સાથેના મારા પ્રથમ અનુભવે મને અહેસાસ અપાવ્યો કે આ જ મારું સાચું કામ છે. મારી યાત્રા એક નાના ગામથી શરૂ થઇ હતી અને મને ઓસ્કાર સુધી લઇ ગઇ.'

બેન્ડિટ ક્વિનમાં પોતાની આઇકોનિક ભૂમિકા વિશે વાત કરતા એક્ટ્રેસ સીમા બિશ્વાસે કહ્યું, 'સ્ક્રિપ્ટ વાંચ્યા પછી, હું ત્રણ દિવસ સુધી ઊંઘી શકી નહતી. મને ખબર હતી કે હું વિવાદાસ્પદ નહીં પણ બહુમુખી કલાકાર છું તેથી જ મેં ચુપ રહેવાનું પસંદ કર્યું.'

સીમા બિશ્વાસે મહત્ત્વાકાંક્ષી કલાકારોને સલાહ આપતા કહ્યું, 'દરેક ભૂમિકા પ્રમાણિકતાની માંગ કરે છે. તમારા પાત્રોમાંથી પ્રેરણા લો પરંતુ ક્યારેય તેમની નકલ કરવાનો પ્રયાસ ના કરો. નકલ કરવાથી મૂળ પ્રદર્શનની આત્મા નષ્ટ થાય છે. કોઇ ભૂમિકાની તૈયારી કરતા સમયે, તમારે તમારી જાતને સંપૂર્ણપણે તેમાં ડુબાડી દેવી જોઇએ અને પાત્રનું જીવન 24/7 જીવવું જોઇએ. દરેક ભૂમિકા શરૂઆતથી શરૂ થાય છે અને હું તેને મૂર્તિમંત કરવા માટે મારી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરૂં છું.'

આ સમાચાર શેર કરો