મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમદાવાદથી હરિદ્વાર જતા પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

અમદાવાદથી હરિદ્વાર જતા એક પરિવારને રાજસ્થાનના દૌસામાં અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત

અમદાવાદથી હરિદ્વાર જતા પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

અમદાવાદથી હરિદ્વાર જતા એક પરિવારને રાજસ્થાનના દૌસામાં અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. નીલગાયને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત થયો હતો જેમાં ત્રણ લોકોના મોત જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.

રાજસ્થાનમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદથી હરિદ્વાર જતા એક પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બાંદીકુઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કહેવામાં આવે છે કે નીલગાયને બચાવવાના ચક્કરમાં આ દૂર્ઘટના બની હતી.

પોલીસ અનુસાર કારમાં સવાર થઇને આઠ લોકો અમદાવાદથી હરિદ્વાર જતા હતા.આ દરમિયાન આભાનેરી પાસે નીલગાયને બચાવવાના ચક્કરમાં કાર બેકાબુ થઇને પલટી મારી ગઇ હતી જેમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

ડ્યૂટી ઓફિસર જવાન સિંહે જણાવ્યું, "એક પરિવાર અમદાવાદથી હરિદ્વાર જતો હતો આ દરમિયાન તેમની કાર સામે એક ગાય આવી જતા તેમને કારને રોડની સાઇડમાં ઉભી કરી દીધી હતી અને કારની બહાર તે ઉભા હતા. એક ટ્રકે તેમને ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. 

આ સમાચાર શેર કરો