Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ahead of UP elections, BJP's private survey creates a stir! 128 MLAs likely to be denied tickets, these big leaders in the red list!

યુપી ચૂંટણી પહેલા ભાજપના ખાનગી સરવેએ મચાવ્યો હડકંપ! 128 ધારાસભ્યોની ટિકિટ કપાવાની શક્યતા, રેડ લિસ્ટમાં આ મોટા દિગ્ગજો!

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
યુપી ચૂંટણી પહેલા ભાજપના ખાનગી સરવેએ મચાવ્યો હડકંપ! 128 ધારાસભ્યોની ટિકિટ કપાવાની શક્યતા, રેડ લિસ્ટમાં આ મોટા દિગ્ગજો!
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે 6 મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે 10 વર્ષથી સત્તારૂઢ યોગી આદિત્યનાથની આગેવાનીવાળી ભાજપ સરકાર સામે હેટ્રિક લગાવવાનો પડકાર છે. ભાજપે સ્થાનિક ધારાસભ્યોના કામકાજ અને લોકપ્રિયતાનો સરવે કરવાની જનતાનો મૂડ જાણવાની કોશિશ કરી છે. જેમાં 2024માં લોકસભા ચૂંટણીના ઝટકાથી શીખ મેળવીને ભાજપે 403 વિધાનસભા સીટ પર ગોપનીય અને બહુસ્તરીય આંતરિક સરવે કરાવ્યો છે. આ સરવે રિપોર્ટે રાજકારણમાં હડકંપ મચાવ્યો છે.

App Store

ભાજપનો આંતરિક સરવે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરવે રિપોર્ટમાં યુપીમાં અંદાજે 125થી 128 હાલના ધારાસભ્યો સામે તેમના જ મતવિસ્તારમાં જબરદસ્ત એન્ટી-ઇન્કમ્બસી જોવા મળી છે. સ્પષ્ટ રીતે કહીએ તો, અંદાજે ભાજપના 128 હાલના ધારાસભ્યોનું પત્તું કપાય તેવી શક્યતા છે. પશ્ચિમ યુપીથી લઈને પૂર્વ સુધી મંત્રીઓથી માંડીને દિગ્ગજ ધારાસભ્યોનું નામ આ રેડ લિસ્ટમાં સામેલ છે. ભાજપે યુપીને સંગઠન પ્રમાણે 6 ભાગમાં વિભાજિત કર્યું છે. જેમાં કયા વિસ્તારમાંથી કોની ટિકિટ કપાશે, તે આંકડા ચોંકાવનારા છે. યુપી વિધાનસભા ચૂંટણી 2027ને લોકસભા 2029 પહેલાની સેમિફાઇનલ ગણવામાં આવી રહી છે.

પશ્ચિમ વિસ્તારની 71માંથી 23-25 ટિકિટ કપાવાની શક્યતા
વ્રજ વિસ્તારની 65માંથી 24-26 ટિકિટ કપાવાની શક્યતા
અવધ વિસ્તારની 82માંથી 26-28 ટિકિટ કપાવાની શક્યતા
કાનપુર વિસ્તારની 52માંથી 19-21 ટિકિટ કપાવાની શક્યતા
કાશી વિસ્તારની 72માંથી 19-21 ટિકિટ કપાવાની શક્યતા
ગોરખપુર વિસ્તારની 62માંથી 18-22 ટિકિટ કપાવાની શક્યતા

યુપીમાં ભાજપની હેટ્રિક પડકારજનક

ભાજપા યુપીમાં હેટ્રિક લગાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છેલ્લા એક-દોઢ મહિનામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓનો પ્રવાસ કરીને વિકાસ યોજનાઓનો કયાસ લગાવી રહી છે. 2022ની જીતની વાત કરીએ તો 1985 પછી યુપીમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ સતત બીજી વખત બહુમતી સાથે સત્તા મેળવી હતી. તો સપા-કોંગ્રેસનું ગઠબંધન 2024 લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ઉત્સાહમાં જોવા મળી રહ્યું છે. અખિલેશ યાદવ પીડીએના સામાજિક સમીકરણો પર ધ્યાન આપી રહ્યા છે. તો કોંગ્રેસ દલિત-મુસ્લિમ વોટો ભેગા કરીને જનાધાર વધારવાની તૈયારી કરી રહ્યું છે.

2022 વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલી સીટ મળી?

ભાજપ - 255
અપના દળ (સોનેલાલ) - 12
નિષાદ પાર્ટી - 06
એનડીએ - 273
કુલ સીટ 403માંથી બહુમત માટે 202 સીટ જરૂરી

ગઠબંધનમાં સીટ વહેંચણી પણ પડકાર સમાન

ઉત્તર પ્રદેશમાં મોદી-યોગી લહેરને લીધે ભાજપને 41.29% વોટ મળ્યા હતા. ભાજપે ગત ચૂંટણીમાં અપના દળ સોનેલાલ, નિષાદ પાર્ટી જેવા પક્ષ સાથે ગઠબંધન કર્યું હતું. હવે એનડીએમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશથી રાષ્ટ્રીય લોકદળ સામેલ છે. એનડીએનો સપા-કોંગ્રેસ ગઠબંધન સાથે મુકાબલો થશે તે ફાઇનલ છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી, આઝાદ સમાજ પાર્ટી, એઆઈએમઆઈએમ જેવા દળો પણ સામેલ છે.