હરિયાણામાં ભાજપ જીતતા જ સંખ્યાબળ વધ્યું, વધુ 3 ધારાસભ્યોએ આપ્યું સમર્થન
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પાર્ટીનો ઉત્સાહ ચરમસીમાએ છે. ત્યારે મતગણતરી પૂરી થતા

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પાર્ટીનો ઉત્સાહ ચરમસીમાએ છે. ત્યારે મતગણતરી પૂરી થતાંજ બે ધારાસભ્યોએ ભાજપમાં જોડાણ કરી લીધું છે. જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 સીટો, કોંગ્રેસે 37, INLD 2 અને અપક્ષ ઉમેદવારોએ 3 સીટો જીતી છે. ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષ ઉમેદવાર રાજેશ જૂન અને દેવેન્દ્ર કડિયાન અને સાવિત્રી જીંદાલ ભાજપમાં જોડાઈ ગયા છે. હરિયાણાના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને બીજેપીના અન્ય નેતાઓ સાથેની બેઠક બાદ બંને ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.
સોનીપત જિલ્લાની ગન્નૌર બેઠક પરથી દેવેન્દ્ર કડિયાન જીત્યા છે. તેમણે કોંગ્રેસના કુલદીપ શર્માને 35,209 વોટથી હરાવ્યા છે. આ સીટ પર બીજેપી ઉમેદવાર દેવેન્દ્ર કૌશિક ત્રીજા ક્રમે છે. ભાજપમાંથી ટિકિટ ન મળવાને કારણે દેવેન્દ્ર કડિયાને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. કડિયાને આ ચૂંટણી ગન્નૌર બેઠક પરથી અપક્ષ તરીકે જીતી હતી.
કાદિયાને 10 સપ્ટેમ્બરે એક વીડિયો જાહેર કરીને ભાજપને અલવિદા કહી દીધું હતું. તેમણે ખૂબ જ ભાવનાત્મક રીતે દાવો કર્યો હતો કે તેમને ગન્નૌર બેઠક પરથી ટિકિટ જોઈએ છે, પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી ન હતી. આનાથી નારાજ થઈને તેમણે પાર્ટી છોડી દીધી.
એ જ રીતે કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળવાને કારણે રાજેશ જૂને બહાદુરગઢ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી. રાજેશ જૂને ભાજપના ઉમેદવાર દિનેશ કૌશિકને 41,999 મતોના માર્જિનથી હરાવ્યા હતા.






