Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : After success of Operation Sindoor, India placed a large order to purchase weapon

Operation Sindoorની સફળતા પછી, ભારતે આ હથિયાર ખરીદવા આપ્યો મોટો ઓર્ડર

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Operation Sindoorની સફળતા પછી, ભારતે આ હથિયાર ખરીદવા આપ્યો મોટો ઓર્ડર
સોર્સ : GSTV

Brahmos Supersonic Missiles: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર વખતે બ્રહ્મોસ મિસાઈલોનો ઉપયોગ કરી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ભારતીય વાયુસેના અને નૌકાદળ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે મોટો ઓર્ડર આપવાની તૈયારીમાં છે. ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ મિસાઈલે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

App Store

બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા બેઠક યોજાશે

ટોચના સંરક્ષણ નિષ્ણાતે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે, બ્રહ્મોસ મિસાઈલોની ખરીદી કરવા અને મંજૂરી માટે ટૂંક સમયમાં સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ મિસાઈલોની ખરીદી ભારતીય વાયુસેનાના જહાજો અને નૌકાદળના ફાઈટર જેટ માટે કરવામાં આવશે. વાયુસેના વીર-ક્લાસ યુદ્ધમાં, જ્યારે નૌકાદળ SU-30 MKI ફાઈટર જેટોમાં મિસાઈલ તહેનાત કરશે.

બ્રહ્મોસ વિશ્વની સૌથી ઘાતક અને ઝડપી મિસાઈલ

બ્રહ્મોસ મિસાઈલ એ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેને વિશ્વની સૌથી ઘાતક અને ઝડપી મિસાઈલોમાંની એક ગણવામાં આવે છે. 'બ્રહ્મોસ' નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદીના નામોને જોડીને બનાવવામાં આવ્યું છે. આ મિસાઈલનું નિર્માણ ભારતની DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) અને રશિયાની NPOM (એનપીઓ માશિનોસ્ટ્રોયેનિયા) ના સંયુક્ત સાહસ દ્વારા કરવામાં આવ્યું છે.

બ્રહ્મોસ મિસાઈલની ગતિ પ્રતિ કલાક 3,400 કિમી

આ મિસાઈલ અવાજની ગતિ કરતાં લગભગ 2.8 થી 3 ગણી (લગભગ 3,400 કિલોમીટર પ્રતિ કલાક) ઝડપે ઉડે છે, તેની સુપરસોનિક ગતિને કારણે દુશ્મન માટે તેને રોકવી લગભગ અશક્ય બની જાય છે. બ્રહ્મોસની મૂળ રેન્જ 290 કિલોમીટર હતી. જોકે, ભારત મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમ (MTCR) નું સભ્ય બન્યા બાદ, તેની રેન્જ વધારીને 450 કિલોમીટર અને પછી 800 કિલોમીટર સુધી કરવામાં આવી છે.

કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવાની ક્ષમતા

બ્રહ્મોસને કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે, જે તેને અત્યંત બહુમુખી બનાવે છે. તેને મોબાઈલ લોન્ચર પરથી, યુદ્ધ જહાજો, સબમરીન પરથી, સુખોઈ-30MKI જેવા ફાઈટર જેટ વિમાનો પરથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ ફાયર એન્ડ ફોરગેટના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે લોન્ચ થયા બાદ તેને કોઈ માર્ગદર્શનની જરૂર પડતી નથી અને તે તેના લક્ષ્યને ચોક્કસપણે નષ્ટ કરે છે.

બ્રહ્મોસનું નવું વર્ઝન બનાવવાની તૈયારી

બ્રહ્મોસ નેક્સ્ટ જનરેશન વધુ નાનું, હળવું અને સ્ટીલ્થી વર્ઝન છે, જેનો ઉપયોગ નાના યુદ્ધ વિમાનો અને સબમરીનમાંથી પણ કરી શકાય છે. તેના પરીક્ષણો 2025ના અંતમાં શરૂ થવાની સંભાવના છે. ભારત અને રશિયા બ્રહ્મોસનું હાઈપરસોનિક વર્ઝન વિકસાવી રહ્યા છે, જે અવાજની ગતિથી 7 થી 8 ગણી (લગભગ 11,000 કિલોમીટર પ્રતિ કલાક) વધુ ઝડપે ઉડાન ભરશે. આ ટેકનોલોજી યુદ્ધની રણનીતિમાં ક્રાંતિ લાવશે. બ્રહ્મોસ મિસાઈલે ભારતીય સશસ્ત્ર દળોની તાકાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ભારતની સંરક્ષણ ક્ષમતાનું એક અભિન્ન અંગ બની ગઈ છે.