દિલ્હી બાદ બેંગલુરૂની 40 સ્કૂલોને મળી બોમ્બની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

દિલ્હી બાદ ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગલુરૂની 40 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ બેંગલુરૂ તંત્ર સતર્ક થઇ ગયું છે. બેંગલુરૂ પોલીસે જણાવ્યું કે RR નગર અને કેંગેરી સહિત બેંગલુરૂ શહેરના 40 પ્રાઇવેટ સ્કૂલોને બોમ્બની ધમકી આપતા ઇમેલ મળ્યા છે. જે બાદ શહેરની તમામ સ્કૂલોમાં પોલીસે તપાસ શરૂ કરી છે.
દિલ્હીમાં 20 સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી
દિલ્હીમાં સવારે સવારે 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શુક્રવારે પશ્ચિમ વિહાર સ્થિત રિચમંડ ગ્લોબલ સ્કૂલમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. સૂચના ઇમેલ દ્વારા 4.55 વાગ્યે મળી હતી. સૂચના મળતા જ સ્થાનિક પોલીસની સાથે સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ફાયર કર્મી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
14 જુલાઇએ દિલ્હીની ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ચાણક્યપુરીની નેવી સ્કૂલ, દ્વારકા CRPF સ્કૂલ અને રોહિણીની એક સ્કૂલને ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.જોકે, તપાસ દરમિયાન આ સમાચાર ખોટા નીકળ્યા હતા.

