મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેજરીવાલના દાવા પર અમિત શાહ બાદ હવે રક્ષા મંત્રી રાજનાથસિંહે આપ્યો જવાબ, કહ્યું ‘ત્રીજીવાર મોદીજી બનશે વડાપ્રધાન’

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ પત્રકાર પર

કેજરીવાલના દાવા પર અમિત શાહ બાદ હવે રક્ષા મંત્રી રાજનાથસિંહે આપ્યો જવાબ, કહ્યું ‘ત્રીજીવાર મોદીજી બનશે વડાપ્રધાન’

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ પત્રકાર પરિષદ કરી હતી અને જનતાને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન કેજરીવાલે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે  "આ લોકો ઇન્ડિયા ગઠબંધનને પૂછે છે કે તમારો વડાપ્રધાન કોણ હશે. હું ભાજપને પૂછવા માંગુ છું તેમનો વડાપ્રધાન કોણ હશે. 17 ડિસેમ્બરથી પીએમ મોદી 75 વર્ષના થઇ જશે. આ ભાજપનો નિયમ છે, કેટલાક નેતા રિટાયર થયા છે. એવામાં હવે તેમનો ઇરાદો અમિત શાહને વડાપ્રધાન બનાવવાનો છે. કેજરીવાલે કહ્યું, પીએમ મોદીની ગેરંટીઓને કોણ પૂર્ણ કરશે. મોદીજીને પૂછવા માંગુ છું કે શું અમિત શાહ મોદીની ગેરંટીને પૂર્ણ કરશે?”

જેનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે,'હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને ઇન્ડિયા ગઠબંધનને કહેવા માંગુ છું કે ભાજપના બંધારણમાં આવું કંઈ નથી. પીએમ મોદી આ કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ પીએમ મોદી દેશનું નેતૃત્વ કરતા રહેશે. તેથી જો પીએમ મોદી 75 વર્ષના થઈ જાય તો તેનાથી ખુશ થવાની જરૂર નથી.’

જો કે હવે આ મામલે રાજકારણ ગરમાયુ છે ત્યારે હવે ભાજપ નેતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપી છે. જેમાં એમને ફેસબુક પોસ્ટ લખી છે અને કહ્યું કે “વચગાળાના જામીન પર જેલમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આજે ભાજપ વિશે બેફામ શબ્દો ઉચ્ચાર્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ અને એનડીએ ગઠબંધન જ જીતશે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાનદાર જીત હાંસલ કરવા જઈ રહી છે. હારની નિરાશાને કારણે આમ આદમી પાર્ટી સહિત સમગ્ર ભારતીય ગઠબંધનનો અભિપ્રાય ભ્રષ્ટ થઈ ગયો છે.

ઈન્ડી ગઠબંધન જે તેનું નેતૃત્વ નક્કી કરવામાં અસમર્થ છે તે અમારા વિશે અનુમાન લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ સહિત સમગ્ર NDA ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ લોકસભા ચૂંટણી લડી રહ્યું છે અને તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. આ અંગે ન તો ભાજપમાં, ન એનડીએમાં અને ન તો દેશવાસીઓના મનમાં કોઈ શંકા છે.

વડાપ્રધાન મોદીજી રાજકારણમાં વિશ્વસનીયતાના પ્રતીક છે, જ્યારે કેજરીવાલજી રાજકારણમાં વિશ્વસનીયતાના સંકટના પ્રતીક છે. બીજેપીના મનમાં મોદી છે, આ દેશમાં તેમના નેતૃત્વ માટે મોદીજીની જે વિશ્વસનીયતા છે અને જનતાના મનમાં તેમની સ્વીકૃતિ છે તે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ માટે કોઈ મેળ ખાતી નથી.

આ દેશને વિશ્વાસ છે કે ત્રીજી વખત વડાપ્રધાન બનીને મોદીજી વિકસિત ભારતનું નિર્માણ કરવા અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના તેમના સંકલ્પને વધુ મજબૂત કરશે.”

આ સમાચાર શેર કરો