મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પાકિસ્તાનમાં એસ.જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચ્યા ભારતના વિદેશ મંત્રી

વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ

VIDEO: પાકિસ્તાનમાં એસ.જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચ્યા ભારતના વિદેશ મંત્રી

વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ચૂક્યા છે. જ્યાં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું હતું. જયશંકર સહિત SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા છે.

15 અને 16 ઓક્ટોબરે યોજાનારી SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચેલા વિદેશ મંત્રી એસ. જયશંકર 24 કલાકથી ઓછો સમય ત્યાં વિતાવશે. ભારતના વિદેશ મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખાસ નથી. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા અને ત્યારબાદ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંબંધો વધુ બગડ્યા હતા. 

તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે, 'કોઈપણ પાડોશીની જેમ ભારત ચોક્કસપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છશે. પરંતુ જો સીમાપારથી આતંકવાદ ચાલુ રહેશે તો આવું થઈ શકશે નહીં.
 
ભારતીય વિદેશ મંત્રી 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચ્યા

વિદેશ મંત્રી SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. નવ વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે આવ્યા છે. આ પહેલા ડિસેમ્બર 2015માં તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા. સુષ્મા સ્વરાજ અફઘાનિસ્તાનને લઈને થયેલા સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની રાજધાની ગયા હતા. જ્યારે કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને કારણે બંને પાડોશી દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે.

એપ્રિલ 1996માં યોજાયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાને ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા માટે એકબીજાને સહકાર આપવાનો હતો. ત્યારે તેને 'શાંઘાઈ ફાઈવ' કહેવામાં આવતું હતું. જો કે, ખરા અર્થમાં તેની રચના 15 જૂન 2001ના રોજ થઈ હતી. ત્યારબાદ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને 'શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન'ની સ્થાપના કરી. આ પછી વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા ઉપરાંત બિઝનેસ અને રોકાણ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો