મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોટું કૌભાંડ/ અદાણીએ દેશને હલકી કક્ષાનો કોલસો પધરાવી કરોડો રૂપિયા રળી લીધા

અદાણીએ ટેમ્પો ભરીને ચૂંટણી ફંડ આપ્યાના આરોપ બાદ મોટું કૌભાંડ સામે આવ્યું છે. અદાણીએ દેશન

મોટું કૌભાંડ/ અદાણીએ દેશને હલકી કક્ષાનો કોલસો પધરાવી કરોડો રૂપિયા રળી લીધા

અદાણીએ ટેમ્પો ભરીને ચૂંટણી ફંડ આપ્યાના આરોપ બાદ મોટું કૌભાંડ સામે આવ્યું છે. અદાણીએ દેશને હલકી કક્ષાનો કોલસો પધરાવી કરોડો રૂપિયાનો નફો કર્યો હોવાનો ખુલાસો થયો છે. તમિલનાડુ સહિતના રાજ્યમાં અદાણીએ હલકી કક્ષાનો કોલસો પધરાવી તગડો નફો કર્યો હતો. અદાણીએ ઇન્ડોનેશિયાથી હલકો કોલસો ખરીદી ભારતમાં ત્રણ ગણા ભાવે વેચ્યો હોવાનો ખુલાસો થયો છે.

અદાણીએ હલકી કક્ષાનો કોલસો દેશને પધરાવ્યો

અદાણી ઇન્ડોનેશિયાથી કોલ કંપની પ્રતિ ટન 29 ડૉલર લેખે કોલસો ખરીદતી હતી. અદાણી તમિલનાડુ અને બીજા રાજ્યમાં એ કોલસો 91.91 ડૉલરમાં વેચતું હતું. એક ટન કોલસાએ અદાણી અંદાજે 63 ડૉલર વધારે પૈસા વસુલતું હતું. માત્ર તમિલનાડુમાં જ અદાણીએ 6000 કરોડ રૂપિયાના કોલસાનું વેચાણ કર્યું છે.

અદાણીએ દેશના બીજા રાજ્યોને હલકી કક્ષાનો કોલસો વેચીને કરોડો રૂપિયાની નફાખોરી આચરી હતી. અદાણીએ 2014થી 2016માં આચરેલા કોલસા કૌભાંડની વિગત સામે આવી છે.

અદાણી સામેના કેસ નબળા પડ્યા

પીએમ મોદી સત્તા પર આવતાની સાથે જ અદાણી સામેના કેસ નબળા પડી ગયા છે. મોદી સત્તા પર આવતા જ અદાણી સામે તપાસ એજન્સી પણ ઠંડી પડી ગઇ હતી. અદાણી સત્તાનો ઉપયોગ કરીને કેવા કૌભાંડ આચરે છે તેની સનસની વિગત સામે આવી છે. ચૂંટણી સમયે જ એક પછી એક અદાણીના કૌભાંડ સામે આવતા લોકોમાં કુતુહલ સર્જાયું છે.

એક અખબારે અદાણી ગ્રુપ હલકી કક્ષાનો કોલસો દેશને પધરાવી કરોડો રૂપિયા કમાતા હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપે સાર્વજનિક ક્ષેત્રના તમિલનાડુ જેનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન કોર્પોરેશનને નબળી ગુણવત્તા ધરાવતો કોલસો વધુ કિંમત પર સ્વચ્છ ઇંધણના રૂપમાં વેચ્યો હતો.

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

વિપક્ષે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, "ભાજપ સરકારમાં ભીષણ કોલસા કૌભાંડ સામે આવ્યું છે. વર્ષોથી ચાલતા આ કૌભાંડ દ્વારા મોદીજીના પ્રિય મિત્ર અદાણીએ નિમ્ન સ્તરીય કોલસાને ત્રણ ઘણા ભાવે વેચીને હજારો કરોડો રૂપિયા લૂંટ્યા છે, જેની કિંમત જનતાએ વિજળીનું મોંઘુ બિલ ભરીને પોતાના ખિસ્સાથી ચુકવી છે."

આ સમાચાર શેર કરો