Video: પટનામાં એબીવીપીનો લોકશાહી બચાવો માર્ચ

બિહારના પટના ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બંધારણીય ગરિમા અને મુલ્યોની રક્ષા માટે 'લોકશાહી બચાવો' માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન ના પ્રમુખ યશ ડાબસે ખાસ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્ર થઈને લોકશાહીના સંવર્ધન અને રક્ષણ માટે પોતાના અવાજને બુલંદ કર્યો હતો.







