Video: ગોવા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPનો ભવ્ય વિજય

ગોવામાં પંજિમ સ્થિત ગોવા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPએ ભવ્ય જીત મેળવી છે. ચૂંટણીમાં ABVPએ તમામ બેઠકો પર વિજય મેળવી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. પરિણામ જાહેર થતાં જ ABVPના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીતને ગોવા યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણમાં મહત્વપૂર્ણ પરિણામ તરીકે જોવામાં આવી રહી છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPની સફળતાથી સંગઠનમાં ખુશીનો માહોલ છે.
જાહેરાત















