AAPએ કહ્યું ‘ભાજપનું ષડ્યંત્ર’ તો સ્વાતિ માલિવાલે કહ્યું ‘ગુંડાને બચાવવા માટે આખી પાર્ટીએ….’
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાના

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાના મામલામાં શુક્રવારે નવી ઘટનાઓ સામે આવી રહી છે. સૌથી પહેલા માલીવાલે મેજિસ્ટ્રેટ સમક્ષ આ મામલે પોતાનું નિવેદન નોંધ્યું હતું. આ પછી 13 મેની આ ઘટનાનો માલીવાલનો એક કથિત વીડિયો સામે આવ્યો છે.
આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે ટ્વીટ કરી કહ્યું કે, “ગઈકાલે પાર્ટીમાં આવેલા નેતાઓ દ્વારા 20 વર્ષથી કાર્યકરને ભાજપની એજન્ટ જાહેર કરી દીધી. બે દિવસ પહેલા પાર્ટીએ પીસીમાં તમામ સત્ય સ્વીકારી લીધું હતું અને આજે યુ-ટર્ન,
આ ગુંડો પાર્ટીને ધમકી આપી રહ્યો છે, જો મારી ધરપકડ થશે તો હું તમામ રહસ્યો ખોલીશ. એટલા માટે તે લખનૌથી દરેક જગ્યાએ આશ્રયસ્થાનોમાં ફરે છે.
આજે તેના દબાણમાં પાર્ટીએ હાર સ્વીકારી લીધી અને એક ગુંડાને બચાવવા માટે આખી પાર્ટીએ મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા. કોઈ વાંધો નહીં, હું આખા દેશની મહિલાઓ માટે એકલી લડી રહી છું, હું મારા માટે પણ લડીશ. ચારિત્ર્ય હત્યા જોરશોરથી કરો, સમય આવશે ત્યારે સમગ્ર સત્ય બહાર આવશે!”
વીડિયો સામે આવ્યા બાદ આપ નેતા અને મંત્રી અતિશીની પ્રેસ કોન્ફરન્સ
આપ નેતા અને મંત્રી અતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સ્વાતિ માલીવાલ ભાજપના કાવતરાના ભાગરૂપે આક્ષેપો કરી રહી છે. સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરી છે.’
આપ નેતા અને મંત્રી અતિશીએ કહ્યું કે, "જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. ત્યારથી ભાજપ નર્વસ થઈ ગયું છે અને તેના કારણે ભાજપે ષડયંત્ર રચ્યું છે. સ્વાતિ માલીવાલને 13 મેની સવારે મોકલવામાં આવી હતી. સ્વાતિ માલીવાલ ભાજપના ષડયંત્રના પ્યાદુ છે. તેમનો ઈરાદો મુખ્યમંત્રી પર આરોપો લગાવવાનો હતો. તે સમયે મુખ્યમંત્રી ઉપલબ્ધ ન હતા. તેથી જ તેઓ બચી ગયા. ત્યારે સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલનું કહેવું છે કે તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ ઈજા થઈ હતી. તેને લખ્યું છે કે તેનું માથું ફાટી ગયું હતું, કપડાં ફાટી ગયા હતા પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે સત્ય દર્શાવે છે.”
તેમને કહ્યું, “વિડિયોમાં સ્વાતિ માલીવાલ પોલીસને ડરાવી રહી છે. તે વિભવને ધમકાવી રહી છે અને તેની સામે અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. મોટા અવાજે ધમકી આપવી. તેને ઉલ્લેખ કર્યો નથી કે તેને કોઈએ સ્પર્શ કર્યો છે. સ્વાતિ માલીવાલના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.”
સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર, વિભવ કુમારે 13 મેના રોજ સીએમ આવાસ પર તેની સાથે મારપીટ કરી હતી. આ મામલામાં પોલીસે 16 મેના રોજ એફઆઈઆર નોંધી હતી અને તપાસના સંદર્ભમાં પોલીસની એક ટીમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી.
શું છે આ કથિત વીડિયોમાં?
13મી મેના રોજ સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ પર મારપીટનો આરોપ છે. અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમાર પર હુમલાના આરોપો લગાવવામાં આવ્યા છે. દરમિયાન, શુક્રવારે 13 મેની ઘટનાનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ સીએમ હાઉસની અંદર બેઠી છે જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે વિભવ પર ગુસ્સે થઈ રહી છે. તે કહે છે કે આજે હું આ બધા લોકોને કહીશ કે તમે જે ઇચ્છો તે કરો, હું તમારું નોકરી પણ ખાઈ જઈશ... તમે મને હમણાં ડીસીપી સાથે વાત કરવા દો. હું પહેલા SHO સિવિલ લાઈન્સ સાથે વાત કરીશ. જે થશે તે અહીં થશે. જો તમે મને સ્પર્શ કરશો તો હું તમારી નોકરી પણ ખાઈશ.
આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓ સ્વાતિને વિનંતી કરતા જોવા મળે છે. આના પર સ્વાતિ કહે છે, 'મેં હમણાં જ 112 પર ફોન કર્યો છે, પોલીસ આવવા દો, પછી વાત કરીએ. ' આના પર કર્મચારીઓ કહે છે કે બહારથી પોલીસ પણ આવશે, અહીં અંદર નહીં આવે. સ્વાતિ કહે ના, હવે જે થશે તે અંદર જ થશે, તે અંદર આવશે. જ્યારે કર્મચારીઓ સ્વાતિને બહાર આવવા વિનંતી કરે છે, ત્યારે તે કહે છે, 'ફેંકી દો ઉઠાવીને... તમે ફેંકી દો... આ ટકલો સાલો...'







