AAPના સાંસદ સંજય સિંહ 6 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા, જુઓ VIDEO
આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ 6 મહિના પછી બુધવારે તિહાર જેલમાંથી બહાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટમ

આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ 6 મહિના પછી બુધવારે તિહાર જેલમાંથી બહાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે ટ્રાયલ કોર્ટમાંથી પણ જામીન મળી ગયા હતા. પરિણામે અનિતા સિંહ જામીનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. કોર્ટે રૂ. 2 લાખના બોન્ડ અને એટલી જ રકમની સિક્યોરિટી પર જામીન આપ્યા હતા.
સંજય સીધા કેજરીવાલના ઘરે જશે
સંજય સિંહને તિહાર જેલમાંથી સીધા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જશે. જ્યાં સુનિતા કેજરીવાલ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન સંજય સિંહનો પરિવાર પણ તેમની સાથે રહેશે.
જેલના તાળા તૂટશે અને તમામ નેતા છૂટશે : સંજય સિંહ
છ મહિના બાદ જેલથી બહાર આવ્યા બાદ તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું. તેમજ કહ્યું કે, ‘આ ઉત્સવ મનાવવાનો સમય નથી. આ સંઘર્ષનો સમય છે. જેલના તમામ તાળા તૂટશે અને તમામ નેતા છૂટશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે જેલના તાળા તૂટશે અને અરવિંદ કેજરીવાલ બહાર આવશે.’
ગત વર્ષે 4 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહને જામીન આપ્યા હતા. અગાઉ EDએ કહ્યું હતું કે જો આ કેસમાં સંજયસિંહને જામીન આપવામાં આવે તો તેને કોઈ વાંધો નથી. નોંધનીય છે કે, દિલ્હી લિકર પોલિસી કેસમાં સંજય સિંહની ગત વર્ષે 4 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.








