કેજરીવાલનો શુગર રિપોર્ટ શેર કરીને આતિશીએ કહ્યું- 'તો વ્યક્તિના ધીમે ધીમે ...'
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સીએમ અરવિંદ કેજરીવાલના ડાયાબિટીસ અને શુગર લેવલનો રિપોર્ટ શેર કરીને મો

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સીએમ અરવિંદ કેજરીવાલના ડાયાબિટીસ અને શુગર લેવલનો રિપોર્ટ શેર કરીને મોટો દાવો કર્યો છે. આતિશીએ કહ્યું છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ હાઈ હોવા છતાં તેમને ઈન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. જો ઇન્સ્યુલિન સમયસર ન મળે તો વ્યક્તિના ધીમે ધીમે અંગ ફેલ થવા લાગે છે.
આતિશીએ સોશિયલ મીડિયા X પર સીએમ કેજરીવાલનો રિપોર્ટ શેર કરીને પોસ્ટમાં લખ્યું છે કે, 'આ 12 એપ્રિલથી 17 એપ્રિલ સુધી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શુગર લેવલનું રીડિંગ છે. જો આટલા ઊંચા શુગર લેવલ પર ઇન્સ્યુલિન આપવામાં ન આવે તો વ્યક્તિ ધીમે ધીમે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરનો ભોગ બની શકે છે. આ કેવી ક્રૂર સરકાર છે જે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કરી રહી છે?
જણાવી દઈએ કે આતિશીની પ્રેસ કોન્ફરન્સના કેટલાક કલાકો પહેલા ઈડીએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, કેજરીવાલ ટાઈપ ટૂ ડાયાબિટિસથી પીડિત હોવા છતાં દરરોજ કેરી અને મીઠાઈ જેવા હાઈ શુગર ફૂટ ખાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે આપ નેતા સંદીપ પાઠકે પણ ED પર સવાલ ઊભા કરતા કહ્યું કે, ડાયાબિટીસના દર્દીએ ક્યારે અને કઈ દવા લેવી તે પણ શું ED નક્કી કરશે. શું એક દર્દીને દવા લેવાનો પણ હક નથી?






