મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીની વાત: દિલ્હીના પ્રદૂષણ મુદ્દે આપ-ભાજપના એક બીજા પર દોષારોપણ

દર વર્ષે ઓક્ટોબર મહિનો શરૂ થાય એટલે દિલ્હીનું વાતાવરણ બગડવા માંડે છે. જાન્યુઆરી મહિના સુધી દિલ્હીમાં પ્રદૂ

દિલ્હીની વાત: દિલ્હીના પ્રદૂષણ મુદ્દે આપ-ભાજપના એક બીજા પર દોષારોપણ

દર વર્ષે ઓક્ટોબર મહિનો શરૂ થાય એટલે દિલ્હીનું વાતાવરણ બગડવા માંડે છે. જાન્યુઆરી મહિના સુધી દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી જાય છે. લોકો શ્વાસ પણ લઈ શકતા નથી. ઓક્ટોબર મહિનાની ૨૦ તારીખે દિલ્હીના આનંદવિહાર વિસ્તારમાં પ્રદૂષણનો આંકડો ૪૩૪ જેટલો થઈ ગયો હતો. 

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી મારલેનાના કહેવા પ્રમાણે દિલ્હીના પ્રદૂષણ માટે ભાજપ જવાબદાર છે. દિલ્હીએ તો પ્રદૂષણ ઓછુ કરવા ઘણા પ્રયત્નો કર્યા છે અને એમા સફળતા પણ મળી છે. ભાજપ શાસિત હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વધેલા પ્રદૂષણને કારણે દિલ્હીને પણ અસર થાય છે. જો ભાજપ સરકાર પ્રદૂષણને કાબુમાં કરવા પ્રયત્ન કરે તો દિલ્હીમાં પ્રદૂષણ નિવારી શકાય.

આ સમાચાર શેર કરો