દિલ્હી: AAPની બીજી યાદી જાહેર, મનીષ સિસોદિયા-અવધ ઓઝાને આપી ટિકિટ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ તૈયારી શરૂ કરી દીધી છે. AAPએ ઉમેદવારોની બી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ તૈયારી શરૂ કરી દીધી છે. AAPએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આ વખતે બેઠક બદલવામાં આવી છે. મનીષ સિસોદિયા જંગપુરાથી વિધાનસભા ચૂંટણી લડશે. AAPની બીજી યાદીમાં અવધ ઓઝાને પણ ટિકિટ આપવામાં આવી છે.
અવધ ઓઝા લડશે વિધાનસભા ચૂંટણી
તાજેતરમાં AAPમાં સામેલ થયેલા અવધ ઓઝાને પણ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે. AAPની બીજી યાદીમાં અવધ ઓઝાને પડપડગંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. AAPની બીજી યાદીમાં 20 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીએ બીજી યાદીમાં નરેલાથી દિનેશ ભારદ્વાજ, તિમારપુરથી સુરેન્દ્રપાલ સિંહ બિટ્ટુ, આદર્શનગરથી મુકેશ ગોયલ, મુંડકાથી જસબીર કારલા, મંગોલપુરીથી રાકેશ જાટવ ધર્મરક્ષક, રોહિણી પ્રદીપ મિત્તલ, ચાંદની ચોકથી પુનરદીપ સિંહ સાહની (સેબી), પટેલનગરથી પ્રવેશ રતન, માદીપુરથી રાખી બિરલા, જનકપુરીથી પ્રવીણ કુમાર, બિજવાસનથી સુરેન્દ્ર ભારદ્વાજ, પાલમથી જોગિંદર સોલંકી અને જંગપુરાથી મનીષ સિસોદિયાને ટિકિટ આપવામાં આવી છે.






