મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટ્યું

હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી એકલા જ ચૂંટણી

હરિયાણામાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટ્યું

હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી એકલા જ ચૂંટણી લડશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે AAPએ 20 ઉમેદવારની જાહેરાત કરી છે. આ પહેલા ચર્ચા હતી કે હરિયાણામાં લોકસભાની જેમ વિધાનસભામાં પણ કોંગ્રેસ અને AAP સાથે મળીને ચૂંટણી લડશે.

હરિયાણામાં તમામ 90 બેઠક પર લડશે આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ 90 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે બેઠકની વહેંચણીને લઇને પેચ ફસાતા હવે આમ આદમી પાર્ટીએ હરિયાણાની તમામ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

સીટની વહેંચણીને લઇને ફસાયો હતો પેચ

હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનો પેચ બેઠકની વહેંચણીને લઇને ફસાયો હતો. આમ આદમી પાર્ટીએ 90 બેઠકમાંથી 10 બેઠકની કોંગ્રેસ પાસે માંગ કરી હતી પણ કોંગ્રેસ 5 બેઠક જ આપવા માંગતુ હતું. 

11 બેઠક પર કોંગ્રેસની સામે જ ઉતાર્યા ઉમેદવાર

આમ આદમી પાર્ટીએ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં 11 બેેઠક પર જે ઉમેદવાર ઉતાર્યા છે. જ્યાં કોંગ્રેસ પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે જેમાં સમાલખાથી બિટ્ટુ પહેલવાન, રોહતકથી બિજેન્દ્ર હુડ્ડા અને ઉચાના કલાથી પવન ફૌજી સામેલ છે.

હરિયાણામાં ક્યારે છે વિધાનસભા ચૂંટણી

હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતની ગણતરી થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024માં સમાપ્ત થઇ રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી હરિયાણામાં ભાજપની સરકાર છે. 2014માં પ્રથમ વખત ભાજપે પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. 2019માં તે એકલા દમ પર બહુમતથી દૂર રહી હતી પણ દુષ્યંત ચૌટાલાની JJP સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું. 

આ સમાચાર શેર કરો