Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A very painful accident occurred in Visakhapatnam, 8 laborers died in an accident while lifting liquid steel!

વિશાખાપટ્ટનમમાં ઘટી અત્યંત દર્દનાક દુર્ઘટના, લિક્વિડ સ્ટીલ ઊંચકતી વખતે અકસ્માતમાં 8 મજૂરોના મોત!

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વિશાખાપટ્ટનમમાં ઘટી અત્યંત દર્દનાક દુર્ઘટના, લિક્વિડ સ્ટીલ ઊંચકતી વખતે અકસ્માતમાં 8 મજૂરોના મોત!
સોર્સ : gstv

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (Visakhapatnam Steel Plant) માંથી એક અત્યંત દર્દનાક અને મોટી દુર્ઘટના સામે આવી છે. પ્લાન્ટની અંદર કામ દરમિયાન ભારે માત્રામાં ઉકળતું લિક્વિડ સ્ટીલ (પીગળેલું લોખંડ) ઊંચકતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 મજૂરોના મોતના આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જ્યારે અન્ય કેટલાય શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે.

App Store

કામ કરી રહેલા મજૂરો પર ખાબક્યો ભયાનક લાવા 

પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માત સ્ટીલ પ્લાન્ટના SMS-2 અને STC-3 હીટ એફજી વિભાગમાં તે સમયે થયો હતો, જ્યારે ક્રેન દ્વારા ઉકળતા લિક્વિડ સ્ટીલને ઉપર ઊંચકવામાં આવી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આશરે 1,500°C ના અત્યંત ઊંચા તાપમાને ઉકળી રહેલા આ મેટલ લિક્વિડનું લેડલ (મોટું પાત્ર/ડોલ) અચાનક અનિયંત્રિત થઈને હલી ગયું હતું, જેના કારણે આ ભયાનક લાવા ત્યાં નીચે કામ કરી રહેલા મજૂરો પર ખાબક્યો હતો.

કેટલાકની હાલત હજુ પણ ગંભીર

ઉકળતું સ્ટીલ પડતાં જ પ્લાન્ટમાં અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્ટીલ પ્લાન્ટની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને આગ તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ગંભીર રીતે દાઝી ગયેલા મજૂરોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.