VIDEO:આજે આકાશમાં દેખાશે દુર્લભ 'બ્લુ મૂન'નો ભવ્ય નજારો!
ખગોળશાસ્ત્રના શોખીનો માટે ૩૧ મેનો દિવસ ખૂબ ખાસ બની રહેશે, કારણ કે આ દિવસે આકાશમાં બ્લુ મૂનનો ભવ્ય નજારો

ખગોળશાસ્ત્રના શોખીનો માટે ૩૧ મેનો દિવસ ખૂબ ખાસ બની રહેશે, કારણ કે આ દિવસે આકાશમાં બ્લુ મૂનનો ભવ્ય નજારો જોવા મળશે. દર બે થી ત્રણ વર્ષે એક વાર ઘટતી આ દુર્લભ ખગોળીય ઘટના ત્યારે થાય છે જ્યારે કોઈ ચોક્કસ ઋતુમાં સામાન્ય બેને બદલે ત્રણ પૂર્ણ ચંદ્ર જોવા મળે છે. આ વખતે અષાઢ અધિક માસની પૂનમ હોવાથી આ સંયોગ સર્જાયો છે. નામ ભલે બ્લુ મૂન હોય, પરંતુ ચંદ્રના રંગમાં કોઈ બદલાવ આવતો નથી અને તે સામાન્ય ચંદ્ર જેવો જ દેખાય છે. ભારતમાં સૂર્યાસ્ત પછી આકાશમાં આ નજારો નરી આંખે અથવા ટેલિસ્કોપથી સરળતાથી નિહાળી શકાશે.




