Video: મિની બસ ખીણમાં ખાબકી

તમિલનાડુના ડિંડિગુલ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કોડાઈકેનાલ-પલાની હિલ રોડ પર સાવરિકાડુ નજીક 24 મુસાફરોને લઈ જતી મિની બસ અચાનક ખીણમાં ખાબકી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણ અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.
જાહેરાત














