મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્ય પ્રદેશના સાગરમાં મોટી દૂર્ઘટના, 50 વર્ષ જૂના ઘરની દીવાલ પડતા 9 બાળકના મોત

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે મોટી દૂર્ઘટના સર્જાઇ છે. શાહપુર

મધ્ય પ્રદેશના સાગરમાં મોટી દૂર્ઘટના, 50 વર્ષ જૂના ઘરની દીવાલ પડતા 9 બાળકના મોત

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે મોટી દૂર્ઘટના સર્જાઇ છે. શાહપુર વિસ્તારમાં એક મકાન પડી જતા 9 બાળકના મોત થયા છે. મળતી માહિતી અનુસાર જર્જરીત મકાન નજીક રૂદ્રી નિર્માણ (શિવલિંગ)નું કામ ચાલતું હતું. જે બાળક રૂદ્રી નિર્માણ કરતા હતા તેમની ઉપર મકાન પડ્યું હતું. બનાવની જાણ થતા જ તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

રવિવારે રજા હોવાને કારણે શિવલિંગ બનાવવા માટે બાળકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તે જ્યારે શિવલિંગ બનાવતા હતા ત્યારે મંદિર પરિસરની નજીકમાં 50 વર્ષ જૂની એક દીવાલ પડી ગઇ હતી.મૃતકોમાં 8થી 15 વર્ષના બાળક સામેલ છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

ઘટનાને લઇને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે શોક વ્યક્ત કરતા મૃતક બાળકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લાના અધિકારીઓ સાથે વાત કરીને ઘટનાની માહિતી મેળવી હતી અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના આદેશ આપ્યા હતા.

ઘટના પર કલેક્ટરે શું કહ્યું?

મધ્ય પ્રદેશના સાગરમાં બનેલી દૂર્ઘટના પર કલેક્ટર દીપક આર્યએ કહ્યું, "આ લગભગ સવારે 8.30 વાગ્યાની ઘટના છે. દીવાલ બાળકો પર પડી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કૂલ 11 બાળક હતા જેમાંથી 9 બાળકના મોત થયા છે જ્યારે 2 બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે."

આ સમાચાર શેર કરો