મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NEET પેપર લીક કેસમાં મોટા હિન્દી દૈનિક સમાચાર પત્રના એક પત્રકારની ધરપકડ, કોલ ડિટેલ્સથી ભાંડો ફૂટ્યો

NEET UG પેપર લીક કેસમાં સીબીઆઈની ટીમે એક પત્રકારની પણ ધરપકડ કરી છે. પત્રક

NEET પેપર લીક કેસમાં મોટા હિન્દી દૈનિક સમાચાર પત્રના એક પત્રકારની ધરપકડ, કોલ ડિટેલ્સથી ભાંડો ફૂટ્યો

NEET UG પેપર લીક કેસમાં સીબીઆઈની ટીમે એક પત્રકારની પણ ધરપકડ કરી છે. પત્રકાર જમાલુદ્દીનની હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. NEET પેપર લીક કેસમાં CBIની આ 5મી ધરપકડ છે. અગાઉ સીબીઆઈએ ઓએસિસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. પત્રકાર જલાલુદ્દીન કથિત રીતે ડો. હક અને આલમને મદદ કરી રહ્યો હતો.

સીબીઆઈની ટીમે તપાસ દરમિયાન પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે બે પત્રકારોનું કનેક્શન શોધી કાઢ્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધરપકડ કરાયેલ પત્રકાર ઝારખંડના એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. NEET પેપર લીક કેસમાં કેટલાક વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આમા સંડોવાયેલા વધુ લોકોની ધરપકડ થવાની સંભાવના છે.

પેપર લીક અને NEET પરીક્ષા દરમિયાન પત્રકાર અને પ્રિન્સિપાલ વચ્ચે સતત વાતચીત થઈ હતી. અહેસાન ઉલ હકની કોલ ડિટેઈલના આધારે પત્રકારને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. NEET કેસમાં CBI ગુજરાતમાં 7 સ્થળો પર સર્ચ કરી રહી છે.

NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ CBIએ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ (EOU) ની તેની તપાસમાં જે પેપર લીકને હજારીબાગની ઓએસિસ સ્કૂલ સાથે જોડે છે તે અંતર્ગત કાર્યવાહી કરતાં CBI સંજીવ મુખિયા ગેંગની સમગ્ર યોજનાનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે.

આ સમાચાર શેર કરો