VIDEO: દક્ષિણ 24 પરગણા જિલ્લા પરિષદના કાર્યાલયમાં પાસે આગ લાગવાનો બનાવ બન્યો
દક્ષિણ 24 પરગણા જિલ્લા પરિષદના કાર્યાલયમાં પાસે આગ લાગવાનો બનાવ બન્યો હતો. અલીપોર કોર્ટ


દક્ષિણ 24 પરગણા જિલ્લા પરિષદના કાર્યાલયમાં પાસે આગ લાગવાનો બનાવ બન્યો હતો. અલીપોર કોર્ટની નજીક આવેલી આ ઇમારતમાં રાત્રે સાડા 9 વાગ્યાની આસપાસ આગ લાગી અને તે ઝડપથી ત્રીજા માળે ફેલાઈ ગઈ.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ધુમાડાના કારણે કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શાહનવાઝે જણાવ્યું કે આગ ઝડપથી અલગ અલગ વિભાગીય કચેરીઓમાં ફેલાઈ ગઈ. ઇમારતમાં ધુમાડો ભરાઈ જતાં કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને આગને સમયસર કાબુમાં લઈ લીધી. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.



