મુંબઈ: નશામાં ધુત મુસાફરે બસ ફુટપાથ પર ચઢાવી દીધી, નવ લોકોને કચડી નાખ્યા
મહારાષ્ટ્રના મુંબઈમાં 'બેસ્ટ' બસના ડ્રાઈવર સાથે ઝઘડા દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ વા

મહારાષ્ટ્રના મુંબઈમાં 'બેસ્ટ' બસના ડ્રાઈવર સાથે ઝઘડા દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ વાહનનું સ્ટિયરિંગ પકડી લીધું હતું અને આ ઘટનામાં 9 રાહદારીઓ ઘાયલ થયા હતા, તેમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમ એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની પરિવહન શાખા છે.
9 રાહદારીઓ ઘાયલ થયા
કાલાચોકી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, રૂટ 66 (દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયરથી) પર એક ઇલેક્ટ્રિક બસ સાયનના રાણી લક્ષ્મીબાઈ ચોક તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
નશામાં ધૂત મુસાફરની બસ ચાલક સાથે ઝઘડો થયો
નશામાં ધૂત મુસાફરની બસ ચાલક સાથે ઝઘડો થયો હતો. જ્યારે બસ લાલબાગ સ્થિત ગણેશ ટોકીઝ પાસે પહોંચી ત્યારે તેણે અચાનક સ્ટિયરિંગ પકડી લીધું, જેના કારણે બસ ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ.






