VIDEO: આરોપીના એન્કાઉન્ટર બાદ મંત્રીની પ્રતિક્રિયા અને કાયદાકીય સ્થિતિ પર ચર્ચા
કોલકાતાના બારૂઈપુર ખાતે તાજેતરમાં બનેલી ચકચારી દુષ્કર્મ અને

કોલકાતાના બારૂઈપુર ખાતે તાજેતરમાં બનેલી ચકચારી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના આરોપીના પોલીસ એન્કાઉન્ટરમાં મોતને લઈને પશ્ચિમ બંગાળના મંત્રી બિશાલ લામાએ મહત્વનું નિવેદન આપ્યું હતું'. મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી અને આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હોવાથી આ ઘટના બની હતી . વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો વચ્ચે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા માટે અત્યંત ગંભીર છે અને આવા ગંભીર ગુનાઓમાં દોષિતોને છોડવામાં આવશે નહીં. આ એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની ખાતરી પણ આપવામાં આવી હતી . મંત્રીના નિવેદન બાદ આ મામલે રાજકીય ગરમાવો વધ્યો હતો

