VIDEO: અમદાવાદઃ કિર્તીદાન ગઢવી નવરાત્રી કેસ: આરોપીના રિમાન્ડ નામંજૂર
સોર્સ : GSTV
ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી સાથે જોડાયેલા ચર્ચિત સુવર્ણ નવરાત્રી કેસમાં સરખેજ પોલીસે વધુ એક આરોપી અનીલ વિભાણીની ધરપકડ કરીને તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. અંદાજે 4.75 કરોડની મોટી લેવડદેવડ સંબંધિત આ નાણાકીય કેસમાં પોલીસે આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે ૫ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટની કાર્યવાહી દરમિયાન બચાવ પક્ષે ધારદાર દલીલ કરી હતી કે આ સમગ્ર મામલો માત્ર કમર્શિયલ ટ્રાન્ઝેક્શનનો વિવાદ છે અને તેને ફોજદારી ગુનાનું સ્વરૂપ ન આપી શકાય, તેમજ પૈસાની ઉઘરાણી કરવા માટે પોલીસ ફરિયાદનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ. બંને પક્ષોની કાનૂની દલીલો સાંભળ્યા બાદ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસની દલીલો નકારી કાઢીને આરોપી અનીલ વિભાણીની વધુ કસ્ટડી આપવાની માંગણી સદંતર નામંજૂર કરી દીધી હતી.

