મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર પછી હવે ઝારખંડમાં પુલ ધરાશાયી થયો, 5.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો

બિહારમાં સતત પુલ ધરાશાયી થવાના સમાચાર વચ્ચે હવે ઝારખંડમાં પણ પુલ ધરાશાયી થયો છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં દેવ

બિહાર પછી હવે ઝારખંડમાં પુલ ધરાશાયી થયો, 5.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો

બિહારમાં સતત પુલ ધરાશાયી થવાના સમાચાર વચ્ચે હવે ઝારખંડમાં પણ પુલ ધરાશાયી થયો છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં દેવરીમાં અરગા નદી પર બની રહેલા પુલનો પિલ્લર ધસી પડ્યો હતો જેને કારણે ગાર્ડર તૂટ્યો હતો અને પુલ ધ્વસ્ત થયો હતો. 

ઝારખંડમાં પુલ ધરાશાયી

આ પુલ ફતેહપુર-ભેલવાઘાટી પર કારીપહરી ગામમાં અરગા નદીની ઉપર બનાવવામાં આવી રહ્યો હતો જે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તૂટી પડ્યો હતો. શનિવાર સાંજે મૂસળધાર વરસાદને કારણે નદીનું જળસ્તર વધી ગયુ હતું.

નદીના પ્રવાહને કારણે બની રહેલો પુલનો પિલર ધસી ગયો હતો જેને કારણે ગાર્ડર તૂટી ગયો હતો જ્યારે અન્ય એક પિલર ઉંધો થઇ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે એક પિલરનો પાયો વળી ગયો હતો. તે બાદ ભારે અવાજ સાથે નિર્માણાધીન પુલનું ગાર્ડર તૂટીને નદીમાં પડ્યું હતું.

બિહારમાં 11 દિવસમાં પાંચ પુલ ધરાશાયી

મહત્ત્વપૂર્ણ છે કે બિહારમાં છેલ્લા 11 દિવસમાં પાંચ પુલ જળ સમાધિ લઇ ચુક્યા છે. 18 જૂને અરરિયામાં 12 કરોડના ખર્ચે બકરા નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. તે બાદ 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ પડી ગયો હતો. 

આ સમાચાર શેર કરો