Video: મહારાષ્ટ્રના જલગાંવમાં કાવ્ય રત્નાવલી ચોક ખાતે સ્થાપિત કરાયો ૯૦૦ કિલોનો દીપક બન્યો આકર્ષણનું કેન્દ્ર

સોર્સ: gstv

મહારાષ્ટ્રના જલગાંવના કાવ્ય રત્નાવલી ચોક ખાતે સ્થાપિત કરવામાં આવેલો ૩૩ ફૂટ ઊંચો અને ૯૦૦ કિલોગ્રામ વજનનો વિશાળ લટકતો દીવો નગરમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. દિવાળીના પાવન પર્વ નિમિત્તે તૈયાર કરાયેલ આ ભવ્ય કલાકૃતિને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ વિશાળ દીપની સુંદરતા અને તેની અદભુત દીવાઓની રોશની રાત્રિના સમયે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે, જેને જોઈને નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત